મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને તિરંગા યાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને તિરંગા યાત્રા યોજાઇ
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે વિદ્યાર્થીઓ 2300 ફૂટ લાંબો તિરંગો લઈને મોરબીના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થયા હતા જેથી આ તિરંગા યાત્રા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અનેકવિધ સેવાકીય કામો સાથે જોડાયેલ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પણ શાનદાર રીતે કરવામાં આવતી હોય છે ત્યારે જો વાત કરીએ તો હાલમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી પહેલા સમગ્ર ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ તિરંગા યાત્રાના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉમિયા સર્કલ ત્યાંથી રવાપર ચોકડી અને ત્યાંથી પાછા ઉમિયા સર્કલ અને સ્કાય મોલ પાસે આ તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી જો કે, મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી 2300 ફૂટ લાંબો તિરંગો લઈને વિદ્યાર્થીઓ નીકળ્યા હતા ત્યારે આ તિરંગા યાત્રા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી તેમજ દિનેશભાઈ વડસોલા અને પી.જી. પટેલ કોલેજના આચાર્ય રવિન્દ્રભાઈ ભટ્ટ સહિતની ટીમ દ્વારા જેહેમત ઉઠાવવામાં આવી હતી