મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય  ચૂંટણી સંદર્ભે મોરબી જિલ્લામાં નોંધાયેલા મતદારોની મતદાર યાદી પ્રસિધ્ધ


SHARE













ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય  ચૂંટણી સંદર્ભે મોરબી જિલ્લામાં નોંધાયેલા મતદારોની મતદાર યાદી પ્રસિધ્ધ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંવર્ગોના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણીની આખરી મતદાર યાદી તૈયાર કરવામાં આવેલ છે. આ અનુસંધાને મોરબી જિલ્લામાં આખરી થયેલ મતદાર યાદીઓ નોંધાયેલા મતદારોને જોવા માટે મોકલી આપવામાં આવેલ છે.

જે અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ચૂંટણી કામગીરી માટે નિયુક્ત કરેલા અધિકારી એન.વી.પટેલ (૯૫૮૬૦ ૫૧૮૦૨)ને મતદાર યાદીઓ સોંપેલ છે. જે તા.૧૩ થી ૨૦ સુધી જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમ્યાન તમામ મતદારો જોઈ શકશે. આ નોંધાયેલ મતદારોની ફોટા સાથેની મતદાર યાદીની નકલ બોર્ડની વેબસાઈટ gsebeservice.com  ઉપરથી વિનામુલ્યે ડાઉનલોડ કરી શકાશે. જે વ્યક્તિએ બોર્ડની કચેરી ખાતેથી મતદાર યાદી મેળવવી હોય તો બોર્ડની વેબસાઈટ ઉપર દર્શાવેલ જિલ્લાવાર, સંવર્ગવાર નિયત કરેલ કિંમત જેટલી રકમ બોર્ડની કચેરીમાં ચલણથી, બેંક મારફતે કે ડીમાન્ડ ડ્રાફ્ટથી જમા કર્યેથી દિન ૦૩માં નકલ બોર્ડની કચેરીમાંથી રૂબરૂ મેળવી લેવાની રહેશે. આ બાબતોને મોરબી જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ તેમજ ચૂંટણી સંબંધિત તમામ મતદારોએ ધ્યાને લેવાની રહેશે તેમ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ. મોતાની અખબારી યાદીમાં જણાવાયું છે.






Latest News