મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં લોકોને સારી પ્રાથમિક સુવિધા મળી રહી નહીં અને ધારાસભ્ય મસમોટી વાતો કરીને લોકોને ગુમરાહ કરે છે: કોંગ્રેસ


SHARE













મોરબીમાં લોકોને સારી પ્રાથમિક સુવિધા મળી રહી નહીં અને ધારાસભ્ય મસમોટી વાતો કરીને લોકોને ગુમરાહ કરે છે: કોંગ્રેસ

મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખએ નગર પાલિકાના કથળી ગયેલ વહીવટ અંગે શહેરી વિકાસ વિભાગમાં ઉગ્ર રજૂઆત છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી નગરપાલિકા પ્રજાને સુખકારી આપી શકતી નથી, ધારાસભ્ય મસ મોટી વાતો કરી પ્રજાને ગુમરાહ કરે છે.  

મોરબી શહેરની કહેવાતી એ ગ્રેડ ની નગરપાલિકા ડી ગ્રેડ કરતા પણ ખરાબ પરિસ્થિતમાં થઇ ગયેલ છે, કચરાના ઢગલા, ઉભરાતી ગટરના પાણી, રોડ રસ્તાઓ શેરી ગલીઓમાં અંધકાર, ખાડા વિગેરેની ફરિયાદ કરીને હવે તો લોકો પણ થકી ગયેલ છે અને પાલિકામાં જ્યારથી વહીવટદારનું શાસન આવેલ છે ત્યારે લોકોને લાગતું હતું કે, વહીવટદારના શાસનમાં મોરબી શહેરને નર્કાગારમાંથી બહાર કાઢી ફરી પાછું પેરિસ બનાવવામાં આવશે આ તો શહેરને ગંદકી મુક્ત કરવાના બદલે ગંદકી યુક્ત કરી દેવામાં આવેલ છે.

મોરબી પાલિકાના કાયમી ચીફ ઓફિસર ન હોવાને કારણે અને વહીવટદારની પૂર્ણ સમય નગરપાલિકામાં હાજરી ન હોવાના કારણે નગરપાલિકામાં પ્રજાના કોઈપણ પ્રશ્નોના નિરાકરણ થતા નથી એવામાં મોરબી-માળીયાના  ધારાસભ્ય સોશિયલ મીડિયાઓમાં વિડીયો વાયરલ કરીને નગરપાલિકા પ્રજાને  સુવિધા આપશે તેવી ડંફાસો મારીને સસ્તી પ્રસિદ્ધિ મેળવે છે તેવો કોંગ્રેસનાં આગેવાનોએ આક્ષેપ કરેલ છે.

 

તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયામાં એમ કહેલ કે હવે મોરબી શહેરના રોડ રસ્તાઓ સારા બનશે મેં કોન્ટ્રાક્ટરોને સૂચનાઓ આપી દીધી છે તો પહેલા તો એ જણાવો કોન્ટ્રાકટર કોણ છે ? અને તમે કોને સૂચના આપી છે ? તમે એ તપાસ કરો કે એ કોન્ટ્રાકટર સાથે તમારા ભાજપના કોઈ કાર્યકર આગેવાનો કામમાં સંકળાયેલ છે કે કેમ ? જાણવા પ્રમાણે ભાજપ પક્ષના આગેવાન કાર્યકરો પાલિકાના  કામના કોન્ટ્રાક્ટમાં ભાગીદાર તરીકે સંકળાયેલા હોય એવું લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે ધારાસભ્યએ આ બાબતે ઊંડી તપાસ કરી સાચી હકીકત પ્રજા સમક્ષ મૂકવી જોઈએ.

પાલિકામાં રોજમદાર કર્મચારીઓ ખાલી પગાર લઈ અન્ય જગ્યાએ કામગીરી કરતા હોય એવું પણ જાણવા મળેલ છે. પાલિકામાં રોજમદાર કર્મચારીઓ કાગળ ઉપર તો બહુ જ છે પરંતુ કામ કરવામાં એટલા બધા રોજદાર કર્મચારી દેખાતા નથી તો આ બાબતે નગરપાલિકામાં વિભાગ વાર અચાનક ચેકિંગ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે જે નામના રોજમદાર કર્મચારી છે તે કર્મચારીઓ અહીં નોકરી કરવા આવતા જ નથી અને ખાલી નગરપાલિકા પાસેથી પગાર મેળવી લેવામાં આવે છે જેમાં જે તે વિભાગના વડાઓની પણ સંડવણી છે ! તો આ બાબત મોરબી પાલિકાના વહીવટદાર અને મોરબીના ધારાસભ્યની મીઠી નજર છે ?

મોરબી શહેર નર્કાગાર પરિસ્થિતિમાં જોવા મળી રહેલ છે ત્યારે મોરબી શહેરની પ્રજા નિયમ અનુસાર રેગ્યુલર ટેક્સના પૈસા ભરે છે પરંતુ પાલિકા તરફથી પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી જેથી કરીને આ બાબતે શહેરી વિભાગ મોરબી નગરપાલિકા સામે કડક પગલાં લઈ મોરબી શહેરને  નર્કાગાર પરિસ્થિતિમાં બહાર કાઢવા માટે રોડ રસ્તા અને શેરી ગલીઓમાં રહેલો અંધકાર દૂર કરવા માટે મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રબારીએ રજૂઆત કરેલ છે.






Latest News