હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં જીએસટીના બિલ બાબતે એકાઉટન્ટને સિરામિક કારખાનેદારે માર માર્યો,  મારી નાખવાનો પ્રયાસ: સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા બાદ હવે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં જીએસટીના બિલ બાબતે એકાઉટન્ટને સિરામિક કારખાનેદારે માર માર્યો,  મારી નાખવાનો પ્રયાસ: સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા બાદ હવે ગુનો નોંધાયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં કામ કરતાં કર્મચારીને ઓફિસમાં માર મરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેના ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે ઘટનાનો સીસીટીવી કેમેરાનો વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતો ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ લેમસ્ટોન સિરામિક કારખાનામાં કામ કરતાં કર્મચારી જયદીપ મનસુખભાઇ સેરસિયા (29, રહે. મહેન્દ્રનગર) નામના યુવાનને સિરામિક કારખાનાના ભાગીદાર કાર્તિક મેઘપરાએ ઓફિસમાં માર માર્યો હતો અને ત્યાર બાદ તે યુવાન ઓફિસમાંથી બહાર નીકળ્યો હતો ત્યારે તે બાઇક લઈને ઘરે જતો હતો ત્યારે કાર્તિક મેઘપરાએ તેની ઇનોવા ગાડી જયદીપના બાઈકની સાથે અથડાવીને તેને મારી નાખવાના ઇરાદે ત્રણ વખત બાઇક સાથે ઇનોવા ગાડી અથડાવી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતી અને આ વિડીયો આજે મોરબીના સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો. ત્યાં સુધી ફરિયાદ લેવામાં આવી ન હતી જો કે, મોડી સાંજે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને પોલીસે ફરિયાદ લીધેલ છે

હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ જયદીપ મનસુખભાઇ સેરસિયાની ફરિયાદ લઈને કાર્તિક મેઘપરા રહે. રાજકોટ વાળાની સામે હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને ભોગ બનેલા યુવાને ફરિયાદમાં જણાવ્યુ છેકે, તે લેમસ્ટોન કારખાનામાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે અને ગત તા. 5 ઓગસ્ટના રોજ કારખાના હતો ત્યારે લોકલ ગાડીનું ખોટી રીતે જીએસટીનું બિલ બનાવવાનું તેને આરોપીએ કહ્યું હતું જે બિલ બનાવવાની તેણે ના પડી હતી જેથી યુવાનને ઓફિસમાં માર માર્યો હતો ત્યાર બાદ કાર્તિક મેઘપરાએ તેના ઉપર ગાડી ચડાવવાની પ્રયાસ કર્યો હતો જેથી કરીને યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.




Latest News