મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગર-હરીપાર્કમાંથી બે બાઈકની ચોરી


SHARE













મોરબીના રામકૃષ્ણનગર-હરીપાર્કમાંથી બે બાઈકની ચોરી

મોરબી શહેરના રામકૃષ્ણનગર તથા હરીપાર્ક વિસ્તારમાંથી સમયાંતરે બે બાઈકની ચોરી કરવામાં આવી હતી જે બંને ભોગ બનેલ યુવાનો દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ રામકૃષ્ણનગરમાં સ્કૂલની બાજુમાં રહેતા વીરેનભાઈ ભીખુભાઈ કાચા (45) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓએ પોતાના ઘર પાસે તેનું ઇલેક્ટ્રીક મોટરસાયકલ પાર્ક કરીને મૂક્યું હતું જે 35,000 રૂપિયાની કિંમતનું મોટરસાયકલ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબીમાં વિદ્યુતનગર પાસે આવેલ હરિપાર્ક સોસાયટીમાં રહેતા સાગરભાઇ નભુભાઈ અપારનાથી (29)એ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 25 કે 4333 પાર્ક કરીને મૂક્યું હતું જે 40 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા બંને યુવાનની ચોરીની ફરિયાદ લઈને પોલીસે જુદા-જુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News