મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના જુદા જુદા વિસ્તારમાંથી આઠ બાઇકની ચોરી કરનાર રીઢા ચોરની ધરપકડ: બે લાખની કિંમતના વાહનો રિકવર


SHARE











મોરબીના જુદા જુદા વિસ્તારમાંથી આઠ બાઇકની ચોરી કરનાર રીઢા ચોરની ધરપકડ: બે લાખની કિંમતના વાહનો રિકવર

 

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વાહન ચોરીની ઘટનાઓ વધી રહી હતી જેથી પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી તેવામાં મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલો હોટલ નજીક પોલીસ દ્વારા ડ્રોન કેમેરો ઉડાવીને વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવતી હતી ત્યારે નંબર પ્લેટ વગરના બાઈક લઈને ત્યાંથી નીકળી રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો તેની પાસેથી મળી આવેલ બાઈક ચોરી કરેલ હોવાનું સામે આવતા પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી ત્યારે તે શખ્સ પાસેથી એક બે નહીં પરંતુ કુલ મળીને 8 ચોરીઉ બાઇક મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરવામાં આવેલા બાઇક શોધી કાઢવા માટે થઈને પોલીસવાળા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ભરતભાઈ ઘેલાભાઈ, ભગવાનજીભાઈ રામજીભાઈ, ભરતભાઈ આપાભાઈ અને બહાદુરસિંહ સહિતનો સ્ટાફ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ફર્નહોટલ પાસે વાહન ચેકિંગમાં હતો ત્યારે ડ્રોન કેમેરા સાથે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન એક શખ્સ ત્યાંથી નંબર પ્લેટ વગરનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આ બાઈકની તે શખ્સે ત્રાજપર રોડ ઉપર આવેલ નટવર પાર્ક સોસાયટીમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી જેથી કરીને પોલીસે તેને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવીને આગવી ઢબે પૂછપરછ કરી હતી અને તેમાં રીઢો બાઇક ચોર પોલીસ સમક્ષ પોપટ થઈ જતા તેણે એક બે નહીં પરંતુ કુલ મળીને આઠ બાઇકની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલા આઠ બાઈક કબજે કર્યા છે અને કુલ મળીને બે લાખ રૂપિયાની કિંમતના મુદ્દા માલ સાથે હનીફભાઈ કાસમભાઈ સંધવાણી જાતે મિયાણા (28) રહે સંધવાણી વાસ માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News