મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના માથક, ટંકારાના ઓટાળા અને મોરબી તથા વાંકાનેર શહેરમાં જુગારની ચાર રેડ: 17 શખ્સ 1.95 ના મુદામાલ સાથે પકડાયા, બે ફરાર


SHARE









હળવદ તાલુકાના માથક, ટંકારા તાલુકાના ઓટાળા અને મોરબી તથા વાંકાનેર શહેરમાં જુગારની જુદી જુદી ચાર રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 17 વ્યક્તિઓને જુગાર રમતા પકડવામાં આવ્યા છે અને માથક ગામે બે શખ્સો તકનો લાભ લઈને નાસી છૂટ્યા હતા જોકે પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે 1,95,060 કરતા વધુની રોકડ કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના માથક ગામે સીમ વિસ્તારમાં રોહીતભાઇ પરમારની વાડીના ઝાપા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોહિતભાઈ વાઘજીભાઈ પરમાર (30), અજીતભાઈ દિનેશભાઈ રાતૈયા (25) રહે. જાલી, હેમુભાઈ અરજણભાઈ ભોરણીયા (45) રહે. માથક મેરૂભાઈ ખેતાભાઇ લાંબરીયા (27) રહે. ઊંચી માંડલ, મુકેશભાઈ વિહાભાઇ ડાભી (32) રહે. નાની બજાર વાંકાનેર, ભરતભાઈ પરબતભાઈ હેણ (40) રહે. ગોપાલ સોસાયટી પાછળ મોરબી, કાળુભાઈ ખોડાભાઈ ડાંગર (39) રહે. માથક અને અશરફભાઈ ઉર્ફ અશોકભાઈ વડગામા (35) રહે. માથક વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા 1,71,000 કબ્જે કર્યા હતા અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના ઓટાળા ગામે કોળીવાસમાં નવઘણભાઈના ઘર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી અને પોલીસે સ્થળ ઉપરથી અજય બાબુભાઈ છીપરીયા (33), ધારેશભાઈ હેમંતભાઈ છીપરીયા (35), નવઘણભાઈ નથુભાઈ છીપરીયા (28) અને ચંદુભાઈ મેરાભાઇ ગોલતર (40) ની રૂપિયા 10,700 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે જોકે તકનો લાભ લઈને ચતુરભાઈ રમેશભાઈ છીપરીયા અને કેતનભાઇ ઉર્ફે કાનજી જીવણભાઈ છીપરીયા રહે. બંને ઓટાળા વાળા નાસી ગયા હોય પોલીસે હાલમાં છ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને નાસી છૂટેલા બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેર શહેરમાં આવેલ મિલ પ્લોટ ડબલ ચાલીમા જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સિકંદર રાયધનભાઈ મોવર (39) આસિફ ઉર્ફે ઢબુ ગુલામભાઈ સામતાણી (22) અબ્દુલ અબુરહીમભાઇ બાબરીયા (32), સુભાન રહીમભાઈ મોવર (30) અને મયુર હેમંતભાઈ સોલંકી (33) રહે બધે વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 12,100 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કનૈયા પાન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી અફઝલ અકબરભાઈ સમા (26) રહે સોઓરડી શેરી નં-6 વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 1,260 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News