મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની છ રેડ: 30 શખ્સો જુગાર રમતા પકડાયા


SHARE













મોરબી અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની છ રેડ: 30 શખ્સો જુગાર રમતા પકડાયા

મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ અને વાંકાનેર શહેર તેમજ તાલુકમાં જુદીજુદી ત્રણ જગ્યાએ જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 30 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેની પાસેથી 87,980 ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધવામાં આવેલ છે.

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની એ ડિવિઝન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ક્રિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (29), વિરેન્દ્રસિંહ બોધુભા જાડેજા (29), યુવરાજસિંહ વનરાજસિંહ ઝાલા (27), દિવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (24), હાર્દિકસિંહ ભીખુભા જાડેજા (26), કાનજીભાઈ બાબુભાઈ જારીયા (38), કુલદીપસિંહ ગણપતસિંહ ઝાલા (22) અને વિજયસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવા (29) મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 28,200 ની રોકડ કબજે કરી હતી, જો કે, રેડ કરી ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર મળી આવ્યો હતો જેથી તેની પૂછપરછ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

મોરબીના શોભેશ્વર રોડ ઉપર પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શૈલેષભાઈ માવજીભાઈ દેલવાડીયા (26), કમલેશભાઈ સુખદેવભાઈ સોલંકી (28), પ્રકાશભાઈ મહાદેવભાઈ ઇન્દરિયા (30) અને જનકભાઈ વિરમભાઈ શિયાળ (30) રહે. બધા શોભેશ્વર રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 1,240 રૂપિયાની રોકડ કબજે કરી હતી આવી જ રીતે જુગારની બીજી રેડ શોભેસ્વર રોડ ઉપર મફતીયાપરામાં કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી હારુનભાઈ દાલમહમદ સુમરા (29), યોગેશભાઈ દેવાભાઈ કુંઢીયા (22), અક્ષયભાઈ ભુપતભાઈ બથવાર (21) અને અર્જુનભાઈ અરવિંદભાઈ મેથાણીયા (30) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 1,190 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના નવાપરા શેરી નં- માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અમૃતભાઈ હેમંતભાઈ વેકરીયા (20) અને જગદીશભાઈ ઉર્ફે જગો રમેશભાઈ સીતાપરા (40) રહે. બંને નવાપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 3,450 ની રોકડ કબજે કરી હતી. આવી જ રીતે વાંકાનેરમાં જુગારની બીજી રેડ પેડક સોસાયટી નાગાબાવાના મંદિરના ગ્રાઉન્ડમાં જાહેરમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા મહેશભાઈ હીરાભાઈ મકવાણા (36), અંકુરભાઈ ભરતભાઈ ડાભી (35) હકાભાઇ ગોવિંદભાઈ પલાણી (25) અને સરફરાજશા સલીમશા શાહમદાર (29) રહે બધા વાકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા 13,700 કબજે કર્યા હતા અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના આણંદપર ગામે રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હેમંતભાઈ ધરમશીભાઈ કુકવાવ (42), વિષ્ણુભાઈ હરજીભાઈ કાંજિયા (25), વિપુલભાઈ ભાણજીભાઈ કેરવાડીયા (24), મહેશભાઈ લાલજીભાઈ કેરવાડીયા (29), દિનેશભાઈ બીજલભાઇ કાંજિયા (29), નિલેશભાઈ હીરાભાઈ કેરવાડીયા (28), ભરતભાઈ બીજલભાઇ કાંજિયા (36) અને દિનેશભાઈ વક્તારામ જોશી (28) રહે બધા આણંદપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 40,200 ની રોકડ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News