મોરબીના મકનસર નજીક અવાવરુ જગ્યાએ રિક્ષા ઊભી રાખીને શ્રમિક યુવાને છરી મારીને રોકડ-મોબાઈલની લૂંટ
SHARE
મોરબીના મકનસર નજીક અવાવરુ જગ્યાએ રિક્ષા ઊભી રાખીને શ્રમિક યુવાને છરી મારીને રોકડ-મોબાઈલની લૂંટ
મોરબીની ત્રાજપર ચોકડી થી વાંકાનેર તરફ જતી રિક્ષામાં બેઠેલ યુવાનને મકનસર ગામ પહેલા પાવર હાઉસ નજીક અવાવરુ જગ્યાએ લઈ જઈને તેને રીક્ષામાંથી નીચે ઉતારીને રીક્ષા ચાલકે તેની પાસે રહેલ છરી યુવાનને માથાના પાછળના ભાગે મારી હતી અને ત્યારબાદ ફરિયાદી યુવાનના પેટ ઉપર છરી રાખીને 1,000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ કરવામાં આવી હતી અને યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા સીએનજી રીક્ષાના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિટી મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબીના પાવડીયારી ગામ પાસે ઇન્ડિકા સેનેટરી નામના કારખાનામાં કામ કરતો મોરારીભાઈ સચ્ચીતા ભાઈ મૈઆર જાતે બ્રાહ્મણ (38) નામના યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા સીએનજી ઓટો રીક્ષાના ચાલકની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, સરતાનપર રોડ ઉપર મજૂરી કામની શોધ કરવા માટે થઈને યુવાન મોરબીની ત્રાજપર ચોકડીથી વાંકાનેર તરફ જતી રીક્ષામાં બેઠો હતો અને રીક્ષા ચાલકે મકનસર ગામ પહેલા આવતા પાવર હાઉસની પાછળના ભાગમાં અવાવરુ જગ્યાએ રીક્ષા લઈ જઈને રીક્ષામાં બેઠેલા ફરિયાદી યુવાનને નીચે ઉતારીને રિક્ષા ચાલકે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી યુવાનને માથાના પાછળના ભાગે માર્યું હતું અને ત્યારબાદ તેના પેટ ઉપર છરી રાખીને તેના ખિસ્સામાં રહેલ પાકીટ કાઢી તેમાંથી 1,000 રોકડા તેમજ મોબાઇલ ફોન લૂંટી લીધો હતો અને ફરિયાદી યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષાના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
સ્પા વાળા સામે ફરિયાદ
ટંકારાની લતીપર ચોકડી પાસે ઓવરબ્રિજના છેડા પાસે આવેલ ઓમ કોમ્પ્લેક્સના ત્રીજા માળે ગોલ્ડન સ્પા આવેલ છે અને ત્યાં કામ કરતા પરપ્રાંતીય કર્મચારીઓનું રજીસ્ટ્રેશન મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં કરાવવામાં આવ્યું ન હતું અને ત્યાં કામ કરતા કર્મચારીઓના આઈડી પ્રૂફ મેળવેલ ન હતા જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય સ્પાના સંચાલક દિલીપભાઈ મગનભાઈ કાંજિયા જાતે વાણંદ (38) રહે. રાજાવડલા તાલુકો વાંકાનેર વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ કરી છે.