મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની સિરામિક ટાઇલ્સની દિવસેને દિવસે ડિમાન્ડ ઘટતા હાલમાં 150 જેટલા સિરામિકના કારખાનામાં શટડાઉન


SHARE







મોરબીની સિરામિક ટાઇલ્સની દિવસેને દિવસે ડિમાન્ડ ઘટતા હાલમાં 150 જેટલા સિરામિકના કારખાનામાં શટડાઉન

મોરબીની આસપાસમાં પથરાયેલ વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ હાલમાં ભયંકર મંદીન સામનો કરી રહ્યો છે અને દિવસેને દિવસે માલની ડિમાન્ડ ઘટી રહી હોવાથી સીરામીકના અંદાજે 150 જેટલા કારખાનામાં શટડાઉન લેવામાં આવ્યું છેજેથી કરીને મોરબીમાં સિરામિક પ્રોડક્ટના ઉત્પાદન માટે વપરાતા નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના વપરાશમાં પણ તોતિંગ ઘટાડો થઈ ગયેલ છે અને જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વધુ કપરા દિવસો આવશે તેવું સિરામિક એસોસિએશનના પ્રમુખ પાસેથી જાણવા મળી રહ્યું છે

દુનિયામાં ચાઇનાને સિરામિક ઉદ્યોગમાં મોરબી ટક્કર આપી રહ્યું છે અને આ વિશ્વ કક્ષાના મોરબીના સીરામીક ઉદ્યોગમાં ભયંકર મંદીની અસર છેલ્લા ઘણા મહિનાઓથી જોવા મળી રહી છે સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત પ્રમાણે છેલ્લા મહિનામાં ક્રમશઃ એક બે નહીં પરંતુ 200 જેટલા કારખાના કે જેની ઉત્પાદન ક્ષમતા 4,000 થી લઈને 8,000 સુધીના બોક્સ બનાવવાની હતી તેવા કારખાનાઓ સદંતર રીતે બંધ થઈ ગયા છે જોકે નવી ટેકનોલોજી સાથેના એક દિવસમાં 30 થી 35 હજાર ટાઇલ્સના બોક્સ બને તેવા મોટા યુનિટ મોરબીમાં કાર્યરત થયા છે. પરંતુ સિરામિક ટાઇલ્સની ડિમાન્ડમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી આજની તારીખે મોરબીના ઘણા સિરામિક કારખાનેદારોના કારખાનામાં તૈયાર માલથી ગોડાઉન છલકાઈ રહ્યા છે. જેથી નાછૂટકે પ્રોડક્શનમાં કાપ મૂકવો પડે અથવા તો કારખાનું શટડાઉન કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, મોરબીમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે થઈને હાલમાં નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો સીરામીક ઉદ્યોગકારો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ બંને ગેસમાંથી જે ગેસ સસ્તો પડતો હોય છે તેનો મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે આજથી એકાદ મહિના પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગમાં બંને ગેસ મળીને કુલ 77 લાખ ક્યુબિક મીટર ગેસનો વપરાશ કારખાનેદારો દ્વારા કરવામાં આવતો હતો જોકે ક્રમશઃ એક બે નહીં પરંતુ 150 જેટલા સીરામીક કારખાનાઓમાં શટડાઉન લેવામાં આવ્યું હોવાથી હાલમાં આ વપરાશ 60 થી 62 લાખ ક્યુબિક મીટર સુધી ઘટીને પહોંચી ગયો છે. જેથી કરીને અંદાજે 150 જેટલા કારખાનામાં પ્રોડક્શનમાં કાપ અથવા તો શટડાઉન કરવામાં આવેલ છે.

ગેસનો વપરાશ 90 લાખને બદલે માત્ર 62 લાખ કયુબિક મીટર થઈ ગયો !

એક કારખાનામાં એક દિવસમાં સરેરાશ 10,000 ક્યુબિક મીટર ગેસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને હાલમાં જે ગેસનો વપરાશ થઈ રહ્યો છે તેમાં 25 લાખ ક્યુબિક મીટર નેચરલ ગેસ અને 35 થી 37 લાખ ક્યુબેક મીટર પ્રોપેન ગેસનો વપરાશ જુદા જુદા સીરામીક કારખાનાઓની અંદર સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખની છે કે, મોરબી સિરામિક ઉદ્યોગનો સુવર્ણકાળ હતો ત્યારે નેચરલ ગેસનો 75 થી 77 લાખ કયુબિક મીટર સુધી વપરાશ પહોચી ગયો હતો અને ત્યારબાદ એક દિવસમાં 30 થી 35 હજાર બોક્સનું ઉત્પાદન કરી શકે તેવા મોટા લગભગ 70 જેટલા કારખાના કાર્યરત કરવામાં આવ્યા છે તે જોતા આજની તારીખે અંદાજે 90 લાખ ક્યુબિક મીટર જેટલો ગેસ મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાવો જોઈએ. પરંતુ છેલ્લા મહિનામાં ક્રમશઃ 200 જેટલા કારખાના બંધ થવાના કારણે અને 150 જેટલા કારખાનાઓમાં શટડાઉન અથવા તો પ્રોડક્શન કાપ મૂકવામાં આવ્યો હોવાના કારણે હાલમાં માત્ર 60 થી 62 લાખ ક્યુબીક મીટર ગેસનો વપરાશ મોરબીના સિરામિક ઉદ્યોગમાં થઈ રહ્યો છે

કન્ટેનરની કૃત્રિમ શોર્ટેજથી માલનો ઉપાડ થતો નથી

સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓની વાત કરીએતો મોરબીના સિરામિક ઉદ્યોગમાં તૈયાર થતી સિરામિક ટાઇલ્સને કન્ટેનર મારફતે દુનિયાના જુદા જુદા દેશની અંદર મોકલવામાં આવતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કન્ટેનરની કૃત્રિમ શોર્ટેજ હોવાના કારણે કન્ટેનરના ભાડામાં ચારથી પાંચ ગણો વધારો થઈ ગયો છે જેથી કરીને સોના કરતા ઘળામણ મોંઘુ થાય તે પ્રકારે મોરબીની સિરામિક ટાઇલ્સનું બિલ બને તેના કરતાં ટ્રાન્સપોર્ટેશનનું બિલ મોટું થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જેથી વિદેશી ખરીદારો અથવા ગ્રાહકો દ્વારા હાલમાં પોતાની જરૂરિયાત મુજબ જ માલની ખરીદી કરવામાં આવે છે જેથી મોરબીના સીરામીક કારખાનાઓની અંદર માલનો ભરાવો થઈ ગયો છે

એન્ટી ડમ્પિંગ ડ્યુટીની અસરના લીધે માંગ ઘટી

દુનિયાના જુદા જુદા દેશમાં અંદર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે અથવા તો લાદવા માટેની પ્રોસિજર ચાલી રહી છે જેના કારણે ત્યાંના ગ્રાહકો પણ જરૂરિયાત મુજબ જ માલની ખરીદી કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે અને સૌથી મોટી વાત કે ભારતના જુદા જુદા રાજ્યની અંદર ચોમાસા દરમિયાન પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ હોવાથી દેશના જુદા જુદા રાજ્યની અંદર પણ માલની જાવક ઉપર બ્રેક લાગી ગઈ છે. અને લોકલ માર્કેટની અંદર હાલમાં ડિમાન્ડ ન હોવાથી મોરબીનો સિરામિક ઉદ્યોગ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી






Latest News