મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મૈત્રી કરાર કરનાર યુવાનના મિત્રને છરીનો ઘા ઝીકવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં મૈત્રી કરાર કરનાર યુવાનના મિત્રને છરીનો ઘા ઝીકવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબી નજીક સીરામીક કારખાનામાં રહેતા પરણિત યુવાન અને પરિણીતાને મનમેળ હતો જેથી તે બંને સાથે રહેતા હતા તે બાબતે સમાધાન કરવા માટે યુવાનને યુવતીની માતાએ બોલાવ્યો હતો જેથી યુવાન તેના મિત્ર સાથે કારખાનાના દરવાજા પાસે ગયો હતો ત્યારે યુવતીની માતાએ યુવાનને ગાળો આપી હતી અને માર માર્યો હતો અને ત્યારે યુવાનને બચાવવા માટે થઈને વચ્ચે પડેલ તેના મિત્રને પીઠના ભાગે છરીનો એક ઘા મારવામાં આવ્યો હતો જેની ફરિયાદ આધારે પોલીસે પહેલા ત્રણ આરોપીને પકડ્યા હતા અને હાલમાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે. 

મોરબીના ઘુટુ ગામ નજીક આવેલ લાઇકોસ બાથવેર નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા નિલેશભાઈ નાજાભાઇ પંચાલ જાતે અનુ. જાતિ (24) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિનુબેન છનાભાઇ સોલંકી, રોહિતભાઈ મોતીભાઈ ડાભી, હસમુખભાઈ શીવાભાઈ પરમાર અને અશ્વિનભાઈ છનાભાઇ સોલંકીમો સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપી વિનુબેનની દીકરી અરુણા ઉર્ફે કિંજલની સાથે તેને મનમેળ હોય બંને મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા જે બાબતે સમાધાન કરવા માટે થઈને આરોપીઓએ યુવાનને બોલાવ્યો હતો. જેથી યુવાન કારખાનાના ગેટ પાસે ગયો હતો ત્યારે તેની સાથે અરૂણા અને તેનો મિત્ર સાગર ઉર્ફે રાહુલ પણ સાથે હતો વિનુબેને ફરિયાદીને ગાળો આપીને મારમાર્યો હતો અને તે સમયે અરુણાબેન અને સાગર વચ્ચે બચાવવા માટે થઈને પડ્યા હતા.

ત્યારે આરોપી વિનુબેનની સાથે રહેલા તેના બે જમાઈ અને એક દીકરાએ યુવાન અને તેના મિત્રને માર માર્યો હતો. ત્યારે આરોપી રાહુલ ડાભીએ સાગરને પીઠના ભાગે છરીનો એક ઘા માર્યો હતો. જેથી સાગરને ગંભીર ઇજા કરી હતી. જેથી ઇજા પામેલા સાગરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને તેને હોસ્પિટલે સારવાર આપ્યા બાદ આ બનાવની નિલેશભાઈ પંચાલ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં પહેલા પીએસઆઈ ડી.ડી.જોગેલા અને તેની ટીમે આરોપી વિનુબેન સનાભાઇ સોલંકી, હસમુખભાઈ શીવાભાઈ પરમાર અને રોહિતભાઈ મોતીભાઈ ડાભીની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી અશ્વિનભાઈ છનાભાઇ સોલંકી (23) રહે. હાલ સુંદરપૂરી તલાવડી વિસ્તાર ગાંધીધામ મૂળ રહે. મહેસાણા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News