હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી ઉપર હુમલો કરનાર તમામની ધરપકડ


SHARE













મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી ઉપર હુમલો કરનાર તમામની ધરપકડ

મોરબીમાં ગોકુળનગરથી જાગાની વાડી તરફ જવાના રસ્તા ઉપર આવેલ બજારની વાડી પાસે આઠ વાડીનો રસ્તો બંધ હતો તેને માજી કાઉન્સિલર અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી દ્વારા ખુલ્લો કરાવામાં આવ્યો હતો. જે બાબતનો ખાર રાખીને તેની ઉપર મોડી સાંજે ચાર મહિલા સહિત 11 લોકો દ્વારા કુહાડી-ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ગુનામાં વધુ નવ આરોપીને પકડવામાં આવેલ છે.

મોરબીમાં બાયપાસ રોડ ઉપર ગોકુળનગર પાસે આવેલ જાગાની વાડીમાં રહેતા મોરબી પાલિકાના માજી સભ્ય અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિતભાઈ શામજીભાઈ કંઝારિયા (30) ઉપર તે વિસ્તારમાં રહેતા મહિલાઓ સહિતના 11 દ્વારા કુહાડી અને ધોકા જેવા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેની ફરિયાદ નોંધાયેલ હતી જેની તપાસમાં પીએસઆઈ એચ.આર. જાડેજા અને ભાવિન ગઢવી દ્વારા અગાઉ મુક્તાબેન છગનભાઇ ડાભી અને કિરણબેન રતિભાઈ ડાભીની ધરપકડ કરી હતી ત્યાર બાદ સંજય છગન ડાભી, રતિલાલ કેશવજી ડાભી, દિનેશભાઈ શામજીભાઈ ડાભી, કેશવજીભાઇ ભીમજીભાઈ ડાભી, હંસરાજભાઈ શામજીભાઈ ડાભી, રતિલાલ કેશવજીભાઇ ડાભી, પ્રવીણ કેશવજીભાઇ ડાભી, સંજય છગનભાઇ ડાભી, સુરેશ છગનભાઇ ડાભી, લાભુબેન પ્રવીણભાઈ ડાભી, ચંપાબેન સંજયભાઈ ડાભી રહે.બધા ગોકુલનગર વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News