મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામ પાસે બાઈકને હડફેટ લઈ યુવાનનું મોત નીપજાવનાર પીકઅપ વાહન ચાલક ઝડપાયો


SHARE







મોરબીના ખરેડા ગામ પાસે બાઈકને હડફેટ લઈ યુવાનનું મોત નીપજાવનાર પીકઅપ વાહન ચાલક ઝડપાયો

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ખરેડા ગામ પાસે પખવાડિયા પૂર્વે અકસ્માત બનાવ્યો હતો.જેમાં યુવાનનું મોત નિપજ્યું હતું. પીકઅપ વાહનના ચાલકે બાઈકને હડફેટ લેતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત નીપજતા ફરિયાદ નોંધાઈ હતી.જેની તપાસ દરમિયાન તાલુકા પોલીસે પીકઅપ વાહનના ચાલકની ધરપકડ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદ રોડ ઉપર ખરેડા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ ગત તા.7-8 ના રોજ બન્યો હતો.જેમાં હળવદ તાલુકાના સમલી ગામના આંબાભાઈ સોનાભાઈ બજાણીયા નામના 34 વર્ષના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેની તપાસ દરમિયાન તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા અને રાઇટર હરસૂરભાઈ દ્વારા અકસ્માત સર્જીને જે તે સમયે ભાગી છુટેલા અરજણ ઉર્ફે અજય માવજીભાઈ સુરાણી (25) રહે.ખરેડા તા.હળવદની ફેટલના ગુનામાં ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 14 માં રહેતા અલ્તાફ જુસબભાઈ જુણેજા નામના 18 વર્ષના યુવાનને માધાપરા વિસ્તારમાં મંદિર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.તે રીતે જ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા જયાબેન અશ્વિનભાઈ ચૌહાણ નામના 35 વર્ષીય મહિલાને તેઓના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની હોસ્પિટલમાંથી જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના ઉજવલદાન ટાપરિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર ઘૂંનડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક અકસ્માતમાં કૌશિક બાબુલાલ સનાવડા (ઉમર 35) રહે.ફ્લોરા હાઈટ પાસે સામાકાંઠે મોરબી-2 વાળાને ઇજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

સગીરા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની પાસે આવેલ એલજીએફ નામના યુનિટમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના પ્રિયાબેન સુદામભાઈ તપો નામની 16 વર્ષની સગીરા અગમ્ય કારણોસર દવાના ટીકડા ખાઈ ગઈ હતી.જેથી સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ તપાસ કરી હતી.






Latest News