મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુગારની 12 રેડ: 8 મહિલા સહિત 41 પત્તા પ્રેમી 1.42 લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE













મોરબી શહેર-તાલુકામાં જુગારની 12 રેડ: 8 મહિલા સહિત 41 પત્તા પ્રેમી 1.42 લાખના મુદામાલ સાથે પકડાયા

મોરબી શહેર અને તાલુકામાં જુગારની જુદીજુદી કુલ મળીને 12 રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે સ્થળ ઉપરથી કુલ મળીને 8 મહિલા સહિત 41 પત્તા પ્રેમીઓને પકડાયા હતા અને તેની પાસેથી પોલીસે 142280 ની રોકડ કબજે કરેલ છે અને તેઓની સામે સ્થાનિક પોલીસ સ્ટેશન્મા જુગારના ગુણનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ભડીયાદ કાંટા પાસે રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે મુનેશભાઈ મહાલીયાના ઘરની અંદર બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મુનેશભાઈ ઉર્ફે ટીકુ નારણભાઈ મહાલીયા (42), પ્રવીણભાઈ જેઠાભાઈ જાદવ (44) પ્રવીણભાઈ મનજીભાઇ ચાવડા (34) અને સિરાજભાઈ ઉર્ફે દુઃખી અમીરઅલી પોપટીયા (36) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસે 46,300 ની કિંમત નો રોકડ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના બંધુનગર ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ધર્મેન્દ્રભાઈ વશરામભાઈ સરાવડા (45), પ્રવીણભાઈ અશોકભાઈ સોરિયા (29) હિતેશભાઈ બાબુભાઈ ગમારા (19), નવઘણભાઈ બુટાભાઈ રાણીવાડીયા (40), લાલજીભાઈ શિવાભાઈ મકવાણા (33), રાજેશભાઈ કિશોરભાઈ બાવળીયા (30) અને નિલેશભાઈ મગનભાઈ વણોલ (20) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 23,200 ની રોકડ કબજે કરી હતી

મોરબીમાં નવલખી ફાટક પાસે આવેલ લાઇસન્સ નગરમાં હર્ષ પ્રોવિઝન સ્ટોરની દુકાન સામેના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શર્મિલાબેન ગિરધરભાઈ પટેલ (55), જશીબેન વલ્લભભાઈ બાબરીયા (50), મીનાબેન મહેશભાઈ ખીટ (34) અને નીતાબેન શિવજીભાઈ સરવૈયા (35) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,020 રૂપિયાની રોકાણ કબજે કરી હતી ને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

 

મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યારે ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી કેવલભાઈ અનિલભાઈ પુજારા (33), શક્તિભાઇ ભુપતભાઈ ધામેચા (20), નિલેશભાઈ અરુણભાઈ વરાણીયા (28), તરુણભાઈ પહેલરામ બાલવાણી (36), નિખિલસિંહ મહેન્દ્રસિંહ સેંગર (32) અને મિલનભાઈ છગનભાઈ વેસરા (20) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,320 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીના જોસનગર શેરી નં- 12 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મહિલા અને પુરુષો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે એજાજ ઉર્ફે વનસાઈડ નૂરમહંમદભાઈ જામ (27), રેહાનભાઈ સાઉદીનભાઈ કટિયા (26), હસીનાબેન અબ્દુલભાઈ પઠાણ (50), હનીફાબેન સઇદુભાઇ જેડા (32) અને કુસુમબેન ધનજીભાઈ સીપરીયા (35) રહે. બધા મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 16,600 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મયુર ડેરીથી આગળના ભાગમાં વોકળાના કાંઠે બાવળી નીચે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા નવઘણભાઈ વેલાભાઈ ટોયટા (46), બાલુભાઈ ઉર્ફે ભલાભાઇ રેવાભાઇ ખીટ (34), દેવાભાઈ ખોડાભાઈ સેવર (26), ભીમાભાઇ ભુરાભાઈ ઝાપડા (40) અને દેવાભાઈ દાદુભાઇ ગોલતર (53) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 19,500 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીમાં ત્રાજપર ખારી વિસ્તારમાં સ્કૂલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અશોકભાઈ ભીખાભાઈ ઉચાણા (24) અને જીજ્ઞાબેન રમેશભાઈ સાતોલા (30) રહે. બંને મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,120 રૂપિયાની રોકડ કબજે કરી હતી. તો મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અલ્પેશભાઈ શામજીભાઈ વરાણીયા (21) અને લખમણભાઇ સોમાભાઈ મકવાણા (23) રહે બંને ત્રાજપર ખારી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,270 ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે પુલ નજીક વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે બી ડિવિઝન પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાંથી મીનપ્રસાદ ઉર્ફે રોહિત વસંતપ્રસાદ ભૂષાલ (22) રહે. વીસીપરા ગુલાબ નગર મોરબી વાળો જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 1,200 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે

મોરબીમાં કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં ચકલા પોપટના જુગાર રમવાનું સાહિત્ય લઈને નીકળેલા જયેશ દિલીપભાઈ પાટડીયા (25) રહે. કબીર ટેકરી વાળાને પકડીને તેની પાસેથી 470 ની રોકડ કબજે કરી હતી તેવી જ રીતે મોરબીના વજેપર શેરી નં- 14 માંથી જાહેરમાંથી ચકલા પોપટનો જુગાર રમવાનું સાહિત્ય લઈને નીકળેલા પ્રકાશભાઈ ઉર્ફે પીપી પ્રવીણભાઈ સાવરીયા (28) રહે. સબજેલ પાસે વણકરવાસ મોરબી વાળાને પકડીને તેની પાસેથી 580 ની રોકડ કબજે કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુના નોંધાયેલ છે.

વાંકાનેર નજીક આવેલ ભોજપરા ગામના ચોરા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા ઉમેશભાઈ રમેશભાઈ ચૌહાણ (25), ધરમશીભાઈ છનાભાઇ વિજવાડીયા (36) અને રજનીકાંત રાજેશભાઈ વિજવાડીયા (21) રહે. બધા ભોજપરા વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી 10,700 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News