હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબી: સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ પસંદગી


SHARE













મોરબી: સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ પસંદગી

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને સારા સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી  રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબીની નવયુગ સંકુલની ટીમ પ્રથમ નંબરે વિજેતા થઈ હતીઅને રાજ્યકક્ષાએ પસંદગી થઈ હતી.

બાલપ્રતિભા ગુજરાત સરકાર દ્વારા આયોજિત મોરબી જિલા કક્ષામાં નવયુગ વિદ્યાલય-વિરપરના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા.જેમાં સમૂહગાનમાં મોરબી જિલ્લા પ્રથમ ક્રમે દેત્રોજા શ્લોક, વાસદડીયા આરવ, કુંડારીયા વૃત્તિ, હોથી સુષ્ટિ, ઝાલા સુષ્ટિબા, મેરજા બંસી રહ્યા હતા.એક પાંત્રીય અભિનય અને વકતુત્વમાં બોપલીયા ભવ્ય બન્નેમાં મોરબી જિલ્લામાં દ્વિતીય રહ્યો હતો.તો નિબંધ સ્પર્ધામાં (અ) વિભાગમાં વાસદડીયા ધ્રુવીન સતિષભાઈ મોરબી જિલ્લા પ્રથમ અને વિભાગ (બ) માં  પડસુંબિયા માનવીએ અગ્રસ્થાન મેળવ્યું હતું. જયારે વકૃતવ સ્પર્ધામાં જેઠલોજા હાર્દએ મોરબી જિલ્લામાં તૃતીય, લોકવાદ્ય સંગીત ઢોલમાં પનારા મંથ મુકેશભાઈએ જિલ્લામાં દ્વિતીય તથા યુવા મહોત્સવમાં બીએસસીની વિદ્યાર્થીની વકતુત્વ અને શીઘ્ર વકતુત્વ બન્નેમાં મોરબી જિલ્લામાં દ્વિતીય આવેલ હતા.સંગીત,કલા, અને સાહિત્ય ક્ષેત્રે નવયુગ હર હંમેશ અગ્રેસર હોઈ છે.સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમેજ નવયુગ પરિવારએ બાળકોને સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News