મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબીની પાવડિયારી કેનાલ પાસેથી કટુ (હથિયાર) સાથે એક શખ્સો પકડાયો


SHARE







































મોરબીની પાવડિયારી કેનાલ પાસેથી કટુ (હથિયાર) સાથે એક શખ્સો પકડાયો

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે ભરાતી અપના બજાર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનું કટુ (હથિયાર) મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનું હથિયાર તથા એક કાર્ટીસ આમ કુલ મળીને 10,100 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જાણવા મળતી માહિતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર પાવરીયાળી કેનાલ પાસે અપના બજાર નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટનો એક કટુ (હથિયાર) મળી આવતા પોલીસે 10,000 રૂપિયાની કિંમતનું હથિયાર તથા 100 રૂપિયાની કિંમતની એક કાર્ટીસ આમ કુલ મળીને 10,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અરુણકુમાર રામશંકર નિશાદ જાતે કેવટ (22) રહે. પાવડીયારી કેનાલ પાસે દુકાન નંબર 37 અપના બજાર જેતપર રોડ સાપર ગામની સીમ મોરબી મૂળ રહે. કાનપુર યુપી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને આગળી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની આગળની વધુ તપાસ એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે હથિયાર રાખતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.














Latest News