મોરબીની પાવડિયારી કેનાલ પાસેથી કટુ (હથિયાર) સાથે એક શખ્સો પકડાયો
મોરબીમાં વૃદ્ધની માલીકીની જમીન ઉપર પશુનો વાડો-છાપરી બનાવનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ
SHARE
મોરબીમાં વૃદ્ધની માલીકીની જમીન ઉપર પશુનો વાડો-છાપરી બનાવનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ
મોરબીના નવલખી રોડ ઉપર વજેપર સર્વે નંબર 210 પૈકીની વૃદ્ધની માલિકીની જમીન ઉપર પશુનો વાડો અને નીરણ રાખવા માટેના છાપરી બનાવીને ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે જેથી વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢૂલી પાસે બાવરાની વાડી ખાતે રહેતા મોહનભાઈ મોતીભાઈ પરમાર (65) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ ગોકળભાઈ ખાટડીયાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના નવલખી રોડ ઉપર વજેપર સર્વે નંબર 210 પૈકી 2 વાળી જમીન હે. 0-99-15 ચો.મી.માં આરોપીએ ગેરકાયદેસર દબાણ કરી ઇરાદાપૂર્વક 0-04-95 જમીનમાં પેસકદમી કરીને ત્યાં પશુ બાંધવા માટેનો વાડો અને પશુની નિરાલ રાખવા માટે છાપરી બનાવેલ છે જે હટાવી લેવા માટે અને કબજો ખાલી કરવા માટે થઈને ફરિયાદીએ તેને સમજાવતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે કબજો ખાલી નહીં કરૂ તેવું કહીને ફરિયાદીની ભાયુ ભાગની જમીન ઉપર દબાણ કર્યું હોવાથી ભોગ બનેલા વૃદ્ધએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધ્યો હતો. અને આ ગૂનાની તપાસ ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા હોય આરોપી રમેશભાઈ ગોકળભાઈ ખાટારીયા જાતે ભરવાડ (30) રહે.માધાપર પરમારની વાડી હાલ રહે.રોકડિયા હનુમાન પાસે રેલ્વે ફાટક સામે નવલખી રોડ મોરબી મુળ હજનારી મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.