સિરામિક બાદ હવે પોલિપેક ઉદ્યોગમાં રીવર્સ ગીયર !: મોરબી જીલ્લામાં 170 માંથી 50 જેટલા યુનિટ બંધ
મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદમાં જુગારની 10 રેડ: 10 મહિલા સહિત 45 પત્તા પ્રેમી 1.43 લાખની રોકડ સાથે પકડાયા
SHARE
મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદમાં જુગારની 10 રેડ: 10 મહિલા સહિત 45 પત્તા પ્રેમી 1.43 લાખની રોકડ સાથે પકડાયા
મોરબી શહેર, તાલુકા અને ટંકારા, વાંકાનેર તેમજ હળવદમાં જુગારની જુદીજુદી કુલ મળીને 10 રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે સ્થળ ઉપરથી કુલ મળીને 10 મહિલા સહિત 45 પત્તા પ્રેમીઓને પકડાયા હતા અને તેની પાસેથી પોલીસે 143510 ની રોકડ કબજે કરેલ છે અને તેઓની સામે સ્થાનિક પોલીસ સ્ટેશન્મા જુગારના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ રામસેતુ એપાર્ટમેન્ટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દુલેરાયભાઈ જીવરાજભાઈ અંબાણી (55) અને ઉમેશભાઈ રામજીભાઈ મેરજા (32) રહે. બન્ને મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા 42,500 કબજે કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો હતો
મોરબી તાલુકાના ઘૂટું ગામે ગુંદાવાડી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા નારણભાઈ ઉર્ફે લાલજી દેવજીભાઈ માલકીયા (32), સાગરભાઇ દેવજીભાઈ માલકીયા (27) અને અરવિંદભાઈ ચુનીલાલ સુરેલા (33) રહે બધા ઘૂટું વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,600 ની રોકડ કબજે કરેલ છે
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડ નગર શેરી નં-4 માં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મધુબેન રવિભાઈ ડાભી (46), ભારતીબેન વિજયભાઈ ડાભી (35), કિરણબેન સંજયભાઈ ઝંઝવાડીયા (35), મીનાબેન ભગવાનભાઈ કોડરીયા (40), લાભુબેન ગિરધરભાઈ ઘાટીલિયા (50) અને કાજલબેન રાજુભાઈ ઘાટીલિયા (39) રહે. બધા રણછોડનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,090 ની રોકડ કબજે કરી હતી
મોરબીના ત્રાજપર ચોકમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રવિભાઈ હિંમતભાઈ કુવરીયા (27), જયશ્રીબેન પ્રવીણભાઈ વરાણીયા (35), મંજુબેન વિરજીભાઈ પીપરીયા (65), બબીબેન જયંતીભાઈ મકવાણા (70) અને રૂપીબેન રમેશભાઈ વરાણીયા (58) રહે. બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,700 ની રોકડ કબજે કરી હતી.
મોરબીના વીસીપરામાં રમેશ કોટન મીલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઈરફાનભાઇ રહીમભાઈ નારેજા (29) અને સલીમભાઈ મહેબૂબભાઈ ગોરી (27) રહે. બંને મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,450 રૂપિયાની રોકડ કબજે કરી હતી
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રબારીવાસમાં જાહેરમાં જુગારી કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા માવજીભાઈ મગનભાઈ કંઝારીયા (60), સવજીભાઈ છગનભાઈ મોરડીયા (50), ઠાકરશીભાઈ દેવરાજભાઈ ગોરીયા (54) સુમારભાઈ જુસબભાઇ સુમરા (59) અને યુનુસભાઈ આદમભાઈ સુમરા (43) વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 25,300 ની રોકડ કબજે કરી હતી
હળવદમાં ભવાનીનગર ઢોરે લાંબી ડેરી પાસે રાજેશભાઈ કોળીના વાડા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી રાજેશભાઈ ઉર્ફે રાજુ સવજીભાઈ ઝિંઝવાડીયા (35), જેસીંગભાઇ કરણાભાઈ ભુંભળીયા (35), સિંધાભાઇ પ્રેમજીભાઈ ભીમાણી (41), રોહિતભાઈ રમેશભાઈ મકવાણા (23) રામાભાઇ ઉર્ફે રામો જિલાભાઈ અજાણી (25), સુલતાનભાઇ દાઉદભાઈ ખલીફા (58), અલ્પેશભાઈ પ્રેમજીભાઈ ભીમાણી (28) અને રફિકભાઈ યુસુફભાઈ મીરા (36) રહે બધા હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા 13,500 કબજે કર્યા હતા
ટંકારામાં આવેલ ધર્મભક્તિ સોસાયટીમાં જયેશભાઈ પઢારીયાના મકાન પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જયેશભાઈ ચતુરભાઈ પઢારીયા (31), ખુમાનસિંહ સુખદેવસિંહ ઝાલા (40), નરશીભાઈ ગંગારામભાઈ ઇંગરોડીયા (59), મહેશભાઈ પરસોતમભાઈ ડાંગરોસિયા (45) અને રમેશભાઈ પરસોતમભાઈ ડાંગરોસિયા (55) રહે. બધા ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,240 ની રોકડ કબજે કરી હતી
વાંકાનેર શહેરમાં આવેલ શિવપાર્ક સોસાયટી શેરી નં-4 માં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા નિલેશભાઈ મેણશીભાઈ કરગઠીયા (21), ધર્મેશભાઈ મહેશભાઈ રામાવત (26), અજયભાઈ વાસુદેવભાઈ અગ્રાવત (21), મહેશભાઈ આત્મારામભાઈ રામાવત (52) અને હાર્દિકસિંહ વિજયસિંહ ઝાલા (27) રહે. બધા શિવપાર્ક સોસાયટી વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 17,900 ની રોકડ કબજે કરેલ છે
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે દેવીપુજક વાસમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી તોફાનભાઈ બચુભાઈ ફુલતરીયા (30), પીન્ટુભાઇ માનસિંગભાઈ ફુલતરીયા (32), ભોળાભાઈ ધનજીભાઈ ફુલતરીયા (27) અને કરમણભાઈ વિક્રમભાઈ ફુલતરીયા (24) રહે બધા વાલાસણ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 7,230 ની રોકડ કબજે કરેલ છે