મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધની માલીકીની જમીન ઉપર પશુનો વાડો-છાપરી બનાવનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ


SHARE







































મોરબીમાં વૃદ્ધની માલીકીની જમીન ઉપર પશુનો વાડો-છાપરી બનાવનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર વજેપર સર્વે નંબર 210 પૈકીની વૃદ્ધની માલિકીની જમીન ઉપર પશુનો વાડો અને નીરણ રાખવા માટેના છાપરી બનાવીને ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે જેથી વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢૂલી પાસે બાવરાની વાડી ખાતે રહેતા મોહનભાઈ મોતીભાઈ પરમાર (65) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ ગોકળભાઈ ખાટડીયાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના નવલખી રોડ ઉપર વજેપર સર્વે નંબર 210 પૈકી 2 વાળી જમીન હે. 0-99-15 ચો.મી.માં આરોપીએ ગેરકાયદેસર દબાણ કરી ઇરાદાપૂર્વક 0-04-95 જમીનમાં પેસકદમી કરીને ત્યાં પશુ બાંધવા માટેનો વાડો અને પશુની નિરાલ રાખવા માટે છાપરી બનાવેલ છે જે હટાવી લેવા માટે અને કબજો ખાલી કરવા માટે થઈને ફરિયાદીએ તેને સમજાવતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે કબજો ખાલી નહીં કરૂ તેવું કહીને ફરિયાદીની ભાયુ ભાગની જમીન ઉપર દબાણ કર્યું હોવાથી ભોગ બનેલા વૃદ્ધએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધ્યો હતો. અને આ ગૂનાની તપાસ ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા હોય આરોપી રમેશભાઈ ગોકળભાઈ ખાટારીયા જાતે ભરવાડ (30) રહે.માધાપર પરમારની વાડી હાલ રહે.રોકડિયા હનુમાન પાસે રેલ્વે ફાટક સામે નવલખી રોડ મોરબી મુળ હજનારી મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.














Latest News