મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે પડેલા એક્ટિવા ઉપર કલર ઉડતા સમજાવવા ગયેલા યુવાનને માથામાં ચુનારડાના બે ઘા ઝીકિ દીધા


SHARE











મોરબીમાં ઘર પાસે પડેલા એક્ટિવા ઉપર કલર ઉડતા સમજાવવા ગયેલા યુવાનને માથામાં ચુનારડાના બે ઘા ઝીકિ દીધા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતા યુવાનનું એકટીવા તેના ઘર પાસે પડ્યું હતું અને તેની પાડોશમાં રહેતા વ્યક્તિના ઘરે કલર કામ ચાલુ હતું ત્યારે કલરના છાંટા યુવાનના એકટીવા ઉપર પડ્યા હતા જે બાબતે યુવાન તેને સમજાવવા માટે ગયો હતો ત્યારે સામેવાળાએ ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા કડિયા કામમાં વપરાતા ચુનારડા વડે માથામાં બે ઘા મારતા યુવાનને માથામાં ઇજા થયેલ હતી અને માથામાં ચાર ટાંકા આવ્યા હતા ત્યાર બાદ યુવાને બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતા અજયભાઈ ખેંગારભાઈ સોલંકી (48)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નરેશભાઈ રહે. નીલકમલ સોસાયટી અને એક અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, નરેશભાઈના ઘરે કલર કામ ચાલુ હોય ફરિયાદી અજયભાઈએ પોતાના ઘર પાસે તેનું એકટીવા મૂક્યું હતું અને તેના ઉપર કલરના છાંટા ઉડ્યા હતા જેથી કરીને તે બાબતે નરેશભાઈ સાથે વાત કરવા અને સમજાવવા માટે થઈને ફરિયાદી ગયેલ હતો ત્યારે નરેશભાઈએ તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ ઢિકાપાટુનો માર માર્યો હતો. ત્યારે નરેશભાઇની સાથે રહેલા અજાણ્યા શખ્સે ફરિયાદીને માથાના ભાગે કડિયા કામમાં વપરાતા ચુનારડા વડે બે ઘા માર્યા હતા જેથી ફરિયાદીને માથામાં ઇજા થઇ હોવાથી સારવારમાં લઈ ગયા હતા અને તેને માથામાં ચાર ટાંકા આવ્યા હતા હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News