મોરબીની પાવડિયારી કેનાલ પાસેથી કટુ (હથિયાર) સાથે એક શખ્સો પકડાયો
SHARE
મોરબીની પાવડિયારી કેનાલ પાસેથી કટુ (હથિયાર) સાથે એક શખ્સો પકડાયો
મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે ભરાતી અપના બજાર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનું કટુ (હથિયાર) મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનું હથિયાર તથા એક કાર્ટીસ આમ કુલ મળીને 10,100 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
જાણવા મળતી માહિતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર પાવરીયાળી કેનાલ પાસે અપના બજાર નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટનો એક કટુ (હથિયાર) મળી આવતા પોલીસે 10,000 રૂપિયાની કિંમતનું હથિયાર તથા 100 રૂપિયાની કિંમતની એક કાર્ટીસ આમ કુલ મળીને 10,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અરુણકુમાર રામશંકર નિશાદ જાતે કેવટ (22) રહે. પાવડીયારી કેનાલ પાસે દુકાન નંબર 37 અપના બજાર જેતપર રોડ સાપર ગામની સીમ મોરબી મૂળ રહે. કાનપુર યુપી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને આગળી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની આગળની વધુ તપાસ એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે હથિયાર રાખતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.