હળવદના ઢવાણા ગામે ટ્રેક્ટર સાથે પાણીમાં તણાઈ ગયેલા આઠ પૈકીનાં સાતના મૃતદેહ મળ્યા, મૃતકના પરિવારને મળશે 4-4 લાખની સહાય
SHARE









હળવદના ઢવાણા ગામે ટ્રેક્ટર સાથે પાણીમાં તણાઈ ગયેલા આઠ પૈકીનાં સાતના મૃતદેહ મળ્યા, મૃતકના પરિવારને મળશે 4-4 લાખની સહાય
હળવદ તાલુકાના ઢવાણા ગામે ટ્રેક્ટર પાણીમાં તણાઈ જવાથી આઠ વ્યક્તિ લાપતા થયા હતા જેમાંથી સાત વ્યક્તિઓના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા છે જો કે એક વ્યક્તિ હજી પણ લાપતા છે જેથી તેને શોધવા માટે એનડીઆરએફની ટીમ ચાર બોટ સાથે તે વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન કરશે તેવું મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવેલ છે અને મૃતકોને સરકાર તરફથી ચાર ચાર લાખની સહાય આપવામાં આવશે.
ગત રવિવારે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના ઢવાણા થી નવા ઢવાણા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા કોઝવેમાં વરસાદી પાણી આવી ગયું હતું ત્યારે ટ્રેક્ટરમાં ડ્રાઇવર સહિત કુલ મળીને 17 વ્યક્તિઓ જુના ઢવાણાથી નવા ઢવાણા ગામ તરફ જઈ રહ્યા હતા અને આ ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું જે પૈકીના નવ વ્યક્તિઓને તાત્કાલિક બચાવવામાં આવ્યા હતા જોકે પાંચ બાળકો, બે મહિલા અને એક પુરુષ આમ કુલ મળીને આઠ વ્યક્તિઓ પાણીમાં તણાઈ ગયા હતા જેને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી હતી
દરમિયાન ગઈકાલે બપોર પછીના સમયગાળા દરમિયાન આઠ પૈકીના ત્રણ વ્યક્તિઓના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા ત્યાર બાદ આજે વધુ ચાર લોકોના મૃતદેહ મળી આવેલ છે જોકે હજુ એક વ્યક્તિઓ લાપતા છે જેને શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસુરીયાએ જણાવ્યું હતું કે ઢવાણા ગામ પાસે બનેલી દુઃખદ દુર્ઘટનામાં જે વ્યક્તિઓ હજુ પણ મિસિંગ છે તેને શોધવા માટે તેને એનડીઆરએફની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે. અને મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી ચાર ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
કોના કોના મૃતદેહ મળ્યા ?
ઢવાણા ગામે પાણી તણાઇ ગયેલા આઠ પૈકીના સાત લોકોના મૃતદેહ મળી આવેલ છે જેમાં અશ્વિનભાઈ રાઠોડ (28) રહે. જોરાવરનગર, આશિષભાઈ સુરેશભાઈ બારોટ (12) રહે. નવા ઢવાણા, રાજુબેન ગણપતભાઈ બારોટ (45) રહે. નવા ઢવાણા, વિજયભાઈ સુરેશભાઈ બારોટ (19) રહે. નવા ઢવાણા, ગીતાબેન સુરેશભાઈ બારોટ (16) રહે. નવા ઢવાણા, જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા (32) રહે. નવા ઢવાણા અને રામદેવ પ્રવીણભાઈ મકવાણા (14) રહે. નવા ઢવાણા વાળાનો સમાવેશ થાય છે જો કે, હજુ જીનલ મહેશભાઈ બારોટ (6) રહે. પાટડી નો પત્તો લાગેલ નથી
