મોરબી જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લેતા રોડનું સમારકામ શરૂ કરાયું
માળીયાના સરવડ આરોગ્ય કેન્દ્ર ખાતે અડધી રાતે સફળ પ્રસૂતિ કરાઈ
SHARE
માળીયાના સરવડ આરોગ્ય કેન્દ્ર ખાતે અડધી રાતે સફળ પ્રસૂતિ કરાઈ
માળીયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રે ૧૨:૨૦ કલાકે આરોગ્ય સ્ટાફ દ્વારા સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. માળિયા વાડા વિસ્તારમાં રહેતા સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેમને સી.એચ.સી. માળિયાના બિલ્ડિંગમાં આશરે ૨ ફુટ જેટલું પાણી ભરાયું હોવાથી પુરના પાણી વચ્ચેથી સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાં સગર્ભા બેનને રાતે ૧૧.૩૦ વાગ્યે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ આશાબહેન દ્વારા સરવડ આરોગ્ય કેન્દ્રમાં લઈ આવી દાખલ કરવામાં આવ્યા હતા. જે સગર્ભા બહેનની પ્રાથમિક આરોગ્ય સરવડ ખાતે ૨૭ ના રોજ રાત્રે ૧૨:૨૦ વાગ્યે આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. અક્ષય સુરાણી અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયનું બાળકનું વજન ૨.૮ કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.