દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન મોરબીમાં છોકરાના ઝઘડામાં યુવાનને મહિલા સહિત 3 લોકોએ ધોકા વડે મારમાર્યો જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એ સિડ પી જતાં સારવારમાં ટંકારાના ગજડી ગામે વાડીએ ભૂલથી ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકા દ્વારા વેપારીઓની દુકાનોમાંથી ૬૫ કિલો પ્રતિબંધીત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને આયખુ ટુંકાવ્યુ : પીપળી નજીક કારખાનાની કોલોનીમાં કોઈપણ કારણોસર યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી પ્રભારી મંત્રીએ વરસાદ બાબતે ટંકારા ખાતે સમીક્ષા બેઠક યોજી


SHARE







મોરબી પ્રભારી મંત્રીએ વરસાદ બાબતે ટંકારા ખાતે સમીક્ષા બેઠક યોજી

મોરબી પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનેશેરિયાએ વરસાદ બાબતે ટંકારા ખાતે સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ ટંકારા તાલુકામાં કયા કયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે, કેટલા માર્ગ હાલ બંધ છે, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, દિવાલ કે મકાન પડવાની ઘટના બની હોય તો તે બાબત, ખેડૂતોને થયેલી નુકસાન, કેટલા ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખી અધિકારી/પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. મંત્રીએ અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, ટંકારા મામલતદાર કેતન સખીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા તેમજ ટંકારાના સ્થાનિક પદાધિકારી અધિકારીઓ ઉપરાંત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News