મોરબી શહેરમાં જુગારની બે રેડ: 1.12 લાખની રોકડ સાથે 13 શખ્સ પકડાયા
માળીયા (મી)ના પૂરના અસરગ્રસ્ત પરિવારોની સાંસદ-ધારાસભ્યએ કરી મુલાકાત: લાઇટ-પાણીના પ્રશ્નો ઉકેલવા અધિકારીઓને સૂચના
SHARE
માળીયા (મી)ના પૂરના અસરગ્રસ્ત પરિવારોની સાંસદ-ધારાસભ્યએ કરી મુલાકાત: લાઇટ-પાણીના પ્રશ્નો ઉકેલવા અધિકારીઓને સૂચના
મોરબી જિલ્લામાં માળિયા તાલુકાની અંદર પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી કરીને લોકોના ઘર અને ખેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે કચ્છ મોરબીના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી ચાવડા અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા અને અસરગ્રસ્તોને લાઈટ, પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક મળે તેના માટે અધિકારીને સૂચના આપી હતી.
મોરબી જિલ્લામાં ગત સોમવાર અને મંગળવારે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે માળિયા તાલુકામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ખાસ કરીને માળીયા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છુ નદીના પાણી ફરી વળ્યા હતા અને લગભગ પાંચથી સાત ફૂટ જેટલું પાણી માળિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હતું જેથી કરીને લોકોને ઘરવખરીમાં તેઓની દુકાનોમાં તેઓના ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ ઉપરાંત આ સમગ્ર વિસ્તારની અંદર પાણીની સપ્લાય કરવા માટેનો જે ખીરાઈ પાસે સંપ આવેલ છે તે સંપમાં પણ પાણી ઘૂસી ગયા હતા જેથી કરીને પાણીની સપ્લાય પણ 30 જેટલા ગામમાં બંધ થયેલ છે
ત્યારે કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા માળીયાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માળીયા તાલુકા ભાજપના પ્રમુખ મણિભાઈ સરડવા, માળીયા શહેર ભાજપના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને સાંસદ અસરગ્રસ્ત પરિવારોના લોકોને મળ્યા હતા અને માળીયા તાલુકામાં પૂરના અસરગ્રસ્ત લોકોને ઝડપથી સરકારી સહાય મળે તેની સાથોસાથ લાઈટ, પાણી, રોડ રસ્તાની સુવિધાઓ મળતી થઈ જાય તેના માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી.