મોરબીની તાલુકા શાળા-2 માં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઊર્જાના વિવિઘ સ્રોત અંગેનો સેમિનાર યોજાયો
SHARE
મોરબીની તાલુકા શાળા-2 માં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઊર્જાના વિવિઘ સ્રોત અંગેનો સેમિનાર યોજાયો
મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળા નં. ૨ માં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઊર્જાના વિવિઘ સ્રોત અંગેનો સેમિનાર યોજવામાં આવેલ હતો. જેમાં ઊર્જાના વિવિઘ સ્રોત જેમ કે સૂર્ય ઉર્જા (સોલાર ઉર્જા), પવન ઉર્જા, જૈવિક ઈંધણ અને બાયોફ્યુલ, પાણી અને જીયો થર્મલ ઉર્જા, અણુકેન્દ્રીય ઉર્જા વગેરે વિષે વિદ્યાર્થિનીઓને સરળ રીતે સમજાઈ જાય તેવો પધ્ધતિ પ્રયુક્તિ દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્ર સંચાલક દિપેનભાઈ ભટ્ટ દ્વારા આયોજન કરેલ હતુ. આ સેમીનારમાં પ્રથમ નંબર પાટડીયા હેત્વિબેન, દ્વિતીય નંબરમાં બે વિદ્યાર્થી વચ્ચે ટાઈ થઈ હતી જેમાં સોલંકી હરસિધ્ધિબેન અને ચાવડા રાધિકાબેન આમ ત્રણેય વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય કૈલા નિલેશભાઈના હસ્તે પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવેલ હતા આ કાર્યક્ર્મ સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા સારી જહેમત ઉઠાવી હતી.