એક પેડ માઁ કે નામ: મોરબીની સીટી ડિસ્પેન્સરીમાં સાંસદ-ધારાસભ્યની હાજરીમાં વૃક્ષા રોપણ કરાયું
SHARE
એક પેડ માઁ કે નામ: મોરબીની સીટી ડિસ્પેન્સરીમાં સાંસદ-ધારાસભ્યની હાજરીમાં વૃક્ષા રોપણ કરાયું
મોરબીમાં વીસી ફાટક પાસે આવેલ સીટી ડિસ્પેન્સરી દેખાશે આજે એક પેડ માઁ કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા તથા ધારાસભ્ય અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને મોરબી શહેર તથા જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે આગેવાનોએ અપીલ કરી હતી
વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગની અસરને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માઁ કે નામ કાર્યક્રમ થકી દેશભરમાં વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે જેથી ગામે ગામ અવે ઘેર-ઘેર વૃક્ષારોપણના કાર્યક્રમમાં યોજાઈ રહ્યા છે ત્યારે આજે મોરબીના વીસીપરા ફાટક આવેલ સીટી ડિસ્કવરી ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક પેડ માઁ કે નામ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા હાજર રહ્યા હતા.
તેમની સાથે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. પી. કે. દુધરેજીયા સહિતના અધિકારીઓને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે પરસોત્તમ રૂપાલા સહિતનાઓએ ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું અને મોરબી શહેર તથા જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે ધારાસભ્ય અને સાંસદ દ્વારા અપીલ કરવામાં આવી હતી અને જે વૃક્ષારોપણ કરવામાં આવે તેનુ જતન કરવાની ટકોર કરી હતી.