મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા મોરબીના રવાપર ગામની રામસેતુ સોસાયટીના લોકોએ સુવિધા માટે કર્યો ચક્કાજામ
Breaking news
Morbi Today

મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાનું અભિવાદન કરાયું


SHARE

















મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાનું અભિવાદન કરાયું

મોરબી,શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ સુધીની સફર કરનાર દાર્શનિક ઉત્તમ તત્વચિંતક,સંનિષ્ઠ અને આદર્શ શિક્ષક એવા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસએ સમગ્ર રાષ્ટ્રમાં અને ગુજરાત રાજ્યમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે એ નિમિત્તે મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં હાલના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હોય રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘની ભગિની સંસ્થા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા  સાંસદનું સન્માન અભિવાદન કરાયું હતું.જેમાં મહાસંઘના મહિલા હોદેદારો કિરણબેન આદ્રોજા અને પ્રજ્ઞાબેને ક્રાંતિકારીની છબી અને સુભાષચંદ્ર બોઝનું જીવન કવન દર્શાવતી બુક અર્પણ કરી સન્માન કરાયું હતું.દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષે શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રહિતના કાર્યો વિશે વાત કરી હતી,આ સન્માન બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ  હંસાબેન પારેધી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દુર્લભજીભાઈ દેથરીયા સંગઠન પ્રમુખ રણછોડભાઈ દલવાડી, કલેક્ટર કે.બી.ઝવેરી,જિલ્લા વિકાસ અધિકારી  જે.એસ.પ્રજાપતિ તેમજ શિક્ષણના તમામ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પરુષોત્તમભાઈ રૂપાલાએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યો અને કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા.






Latest News