મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાનું અભિવાદન કરાયું
હળવદની માથક પે સેન્ટર શાળાના શિક્ષકનું સંસદના હસ્તે કરાયું સન્માન
SHARE









હળવદની માથક પે સેન્ટર શાળાના શિક્ષકનું સંસદના હસ્તે કરાયું સન્માન
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાની શ્રી માથક પે સેન્ટર શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક ગોસ્વામી મનદીપગિરિ જયદીપગિરિને હળવદ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપીને સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાના હસ્તે સન્માનીત કરવામાં આવેલ છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર, ડીડીઓ સહિતના ત્યાં હાજર હતા આ શિક્ષક દ્વારા શૈક્ષણિક ઇનોવેશન સહિતની કામગીરીને ધ્યાને લઈને તેને સન્માનીત કરવામાં આવેલ છે. નોંધનીય છે કે આ અગાઉ ગોસ્વામી મનદીપભાઈને સી.આર.સી કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ આપવામાં આવ્યો હતો અને હાલમાં તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળવા બદલ શાળાના આચાર્ય સહિતના સ્ટાફે શુભેચ્છા આપેલ છે.
