હળવદની માથક પે સેન્ટર શાળાના શિક્ષકનું સંસદના હસ્તે કરાયું સન્માન
મોરબીમાં પતિએ એકલા મેળામાં જવાની ના પાડતા પત્નીનો આપઘાત
SHARE
મોરબીમાં પતિએ મેળામાં જવાની ના પાડતા પત્નીનો આપઘાત
મોરબીના વાંકાનેર તાલુકાના તરકીયા ગામે નજીવી વાતે દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત નિપજેલ છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના તરકીયા ગામે રહેતા નીતાબેન મુનાભાઈ બાવળીયા કોળી (ઉ.32) નામની પરણીતાએ તા.4ના સવારે આઠેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી.
જેથી ચોટીલા ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. બાદમાં તેણીને અત્રેની મંગલમ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા અને અહીં મોરબી ખાતે તા.5ના વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં સારવાર દરમ્યાન નીતાબેન બાવળીયાનું મોત નિપજયું હતું. હોસ્પીટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા હાલ એ ડીવીઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું હતું કે મૃતકને તેનો ભાઈ તેડવા માટે આવ્યો હતો. તેઓને તરણેતરના મેળામાં જવાનું હતું.
જેથી મૃતકના પતિ મુનાભાઈ બાવળીયાએ તેઓના બે સંતાનોને સાથે લઈને માવતરે અને મેળામાં જવા માટે કહ્યું હતું. જોકે મૃતકને એકલા (સંતાનો વગર) મેળામાં જવું હતું અને સંતાનો તમે સાચવો તે બાબતે બંને વચ્ચે સામાન્ય રકઝક થઈ હતી જે વાતનું માઠુ લાગી આવતા નીતાબેને અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત નિપજયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાતા હવે તે આગળની તપાસ ચલાવશે તેમ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.
મારામારીમાં ઈજા
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતી પાર્વતીબેન કરશનભાઈ ભીલ (ઉ.17)ને રેલ્વે સ્ટેશન રોડ ઉપર બનેલ મારામારીના કેસમાં ઈજાઓ થતા સિવીલે સારવાર માટે લાવવામાં આવી હતી. જયારે ટંકારાની લતીપર ચોકડી પાસે બનેલા મારામારીના બનાવમાં ઈજા થતા રામદેવભાઈ જાડેજા નામના ત્રીસ વર્ષ (રહે. શનાળા-મોરબી)ના યુવાનને ઈજાઓ થતા તેને પણ સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયા હતા.