મોરબીમાં નવ નાત વણિક સમાજ દ્વારા વેવિશાળ, રોજગારી અને વણિક રક્ષા માટે સમિતિની રચના
SHARE









મોરબીમાં નવ નાત વણિક સમાજ દ્વારા વેવિશાળ, રોજગારી અને વણિક રક્ષા માટે સમિતિની રચના
નવ નાત વણિક સમાજ મોરબી જિલ્લાની અગત્ય કમિટી મિટિંગ મળી હતી અને સમાજ લક્ષી, સમાજ સેવા અને સમાજ સહયોગ સાથે વેવિશાળ, રોજગારી, વણિક રક્ષા સમિતિ જેવા દરેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એક કમિટીની રચના કરવામાં આવેલ છે અને સમગ્ર પ્રમુખ અને મંત્રી સમાજના અલગ અલગ ફીરકાના સમર્થન સાથે સંગઠનનો વ્યાપ વધારી આગામી દિવસમાં રાજકીય શક્તિ વધારી સમાજના ઉત્થાન માટે આગળ વધવાનો સંકલ્પ કરવામાં આવેલ છે અને મોરબી ઇન્ચાર્જ નીતિનભાઈ મહેતા, સાથી કમિટી સભ્યોમાં હિતેસભાઈ ભાવસાર, પરેશભાઈ શાહ, વિપુલભાઈ સુખડીયા, કૃપલભાઈ શેઠ, કેવિનભાઈ, પરેશભાઈ વજરીયાનો સમાવેશ કરવામાં આવેલ છે અને આ કમિટી સમાજના સહયોગ સાથે સંગઠનનો વ્યાપ વધારા માટે જહેમત ઉઠાવી રહી છે આ તકે ઇન્ટરનેશનલ ઇન્ચાર્જ પ્રશાંતભાઈ શાહનુ પરંપરા મુજબ સાલ ઓઢાડીને સન્માન કરેલ છે
