મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન
મોરબીના ખોખરા હરિહર ધામ ખાતે કથામાં કાલે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવશે
SHARE









મોરબીના ખોખરા હરિહર ધામ ખાતે કથામાં કાલે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવશે
મોરબીના ખોખરા હરીહર ધામ ખાતે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી તથા અન્ય સંતો અને સેવક ગણ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ભાગવત ઉપર તત્વચિંતન કરનાર જગતગુરુ દ્વારાચાર્ય મુલુક પીઠાધેશ્વર પૂજ્ય સ્વામી રાજેન્દ્રદાસજી દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. તેવામાં બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કાલે મોરબીમાં આવી રહ્યા હતા.
મોરબીના બેલા ગામે આવેલ ખોખરા હરિહર ધામ ખાતે ભાગવત કથા ચાલી રહી છે અને કાલે કથાનો છેલ્લો દિવસ છે ત્યારે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કાલે તા. 25 ના રોજ બુધવારે મોરબી આવી રહ્યા છે અને મોરબીના બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં હાજરી આપશે ત્યારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દર્શન માટે અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
