મોરબીના ખોખરા હરિહર ધામ ખાતે કથામાં કાલે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવશે
મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં એપાર્ટમેંટના ચોથા માળેથી પડીને યુવાને જીવન ટૂંકાવ્યું
SHARE









મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં એપાર્ટમેંટના ચોથા માળેથી પડીને યુવાને જીવન ટૂંકાવ્યું
મોરબી લીલાપર રોડ આવેલ ઓમકાર રીસીડેન્સીમાં રહેતા યુવાને પત્ની સાથે નાની નાની વાતમાં ઝઘડો થતો હોવાથી કંટાળીને પોતે ચોથા મળેથી નીચે ઝંપલાવ્યું હતું જેથી કરીને યુવાનને શરીરે ગંભીર ઇજા થતાં તેને રાજકોટ સારવારમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જે આપઘાતના બનાવની મૃતકના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
જાણવા મળતી માહિતી મુજબ લાલદુસાગીતોઈમુઈ ઉર્ફે સોનીયા એમડીહીફઝુલા અબ્દુસ સહીદ જાતે મુસ્લીમ (37) ધંધો સ્પા રહે. બી-403 ઓમકાર રીસીડેન્સી લીલાપર રોડ મોરબી મુળ રહે. બે વેસ્ટ ભંડરીમાં સેન્ટ્રલ કેચમેન્ટ આર.એફ. નોથ ત્રીપુરા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરી હતી કેમ તેના પતિ એમ.ડી.હીફઝુલા અબ્દુસ સહીદ જાતે મુસ્લીમ (32) રહે. બી 403 ઓમકાર રીસીડેન્સી લીલાપર રોડ મોરબી મુળ રહે. ગામ ગુલચરા પોસ્ટ ગુલચરા જીલ્લો કુરીમગઢ આસામ વાળાનું મોત નીપજયું હોવાની જાણ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તા. 23/9 ના સાંજે 5:30 વાગ્યા પહેલા કોઈ પણ સમયે મોરબી લીલાપર રોડ આવેલ ઓમકાર રીસીડેન્સીમાં બી- 403 માંથી ચોથા માળેથી નીચે પાડીને આપઘાત કરેલ છે વધુમાં પોલીસે પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મૃતક યુવાનને તેની પત્ની સાથે નાની નાની વાતમાં બોલાચાલી ઝઘડો થતો હતો જેથી તેને પોતાના ઓમકાર રીસીડેન્સીમાં આવેલા ફલેટમાંથી નીચે ઝપલાવી લીધું હતું જેથી તેને ઇજા થતાં પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ બેભાન હાલતમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે. આ અંગેની આગળની તપાસ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે.
