મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ઉપર કરાયેલ હુમલાના બનાવમાં બે શખ્સની સામે કાર્યવાહી


SHARE







મોરબી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ઉપર કરાયેલ હુમલાના બનાવમાં બે શખ્સની સામે કાર્યવાહી

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ડીડીટી પાવડર ભરેલી ગાડી ગોડાઉનમાં ખાલી કરવા માટે ગાડી રિવર્સમાં લેવડાવી રહ્યા હતા દરમિયાન બ્લેક કલરની વર્ના ગાડીમાં બેઠેલા બે શખ્સો દ્વારા તેમને ગાળો આપીને ઝપાઝપી કરવામાં આવી હતી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને તેઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા પાલિકાના કર્મચારીએ બે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં બંને આરોપીને પકડવામાં આવેલ છે.

મોરબીના પંચાસર ગામે મોટી ડેલી પાસે રહેતા નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા (35) પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે તેણે બ્લેક કલરની વર્ના ગાડી નંબર જીજે 3 એલબી 1319 ના ચાલક અને તેની સાથે ગાડીમાં બેસેલ વ્યક્તિ આમ બે શખ્સોની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ રેન બસેરા પાસે ભગુભાઈ ભજીયા વાળાની સામેના ભાગમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં છાંટવા માટે થઈને જે ડીડીટી પાવડર ભરેલી ગાડી આવી હતી તે ગાડીને માલ ગોડાઉનમાં મૂકવા માટે રિવર્સમાં લેવડાવી રહ્યા હતા અને બીજા વાહનો ઉભા રખાવેલ હતા ત્યારે બ્લેક કલરની વર્ના ગાડીમાં આવેલા વાહન ચાલક તથા તેની સાથે બેઠેલા અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદીને ગાળો આપવામાં આવી હતી અને ઝપાઝપી કરીને ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને તેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સો.એમ. કરકર તથા રાઇટર ધ્રુવરાજસિંહ દ્વારા આરોપી રાયધન દાઉદભાઇ જામ (૨૧) અને લતીફ દાઉદભાઇ જામ (૧૯) રહે. બંને વીસીપરા મોરબી વાળાઓને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News