મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની વિષે આપતીજનક પોસ્ટ સોશ્યલ મીડિયામાં મૂકનારને ઠપકો આપતા ચાર શખ્સોએ સ્કોર્પિયો ગાડી ચડાવી દઈને યુવાનને મારી નાખવાનો કર્યો પ્રયાસ, બેની ધરપકડ


SHARE







મોરબીમાં પત્ની વિષે આપતીજનક પોસ્ટ સોશ્યલ મીડિયામાં મૂકનારને ઠપકો આપતા ચાર શખ્સોએ સ્કોર્પિયો ગાડી ચડાવી દઈને યુવાનને મારી નાખવાનો કર્યો પ્રયાસ, બેની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં રહેતા યુવાનના પત્ની સાથે અગાઉ એક શખ્સને પ્રેમ સંબંધ હતો તે શખ્સનાં મિત્ર દ્વારા યુવાનને ઉદેશીને તેના પત્ની વિષે સોશિયલ મીડિયામાં બીભત્સ સ્ટોરી મૂકવામાં આવી હતી જેથી યુવાને આ બાબતે ફોન કરીને સ્ટોરી કેમ મુકેલ છે તેવું કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડી લઈને ચાર શખ્સો તેઓના ઘર નજીક વિસ્તારમાં આવ્યા હતા અને ત્યાં યુવાન તેના ભાઈનોની સાથે બેઠો હતો ત્યારે તેના ઉપર સ્કોર્પિયો ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ એક નહીં પરંતુ ત્રણ વખત સ્કોર્પિયો ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતે ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ચાર પૈકીનાં બે શખ્સોની ધરપકડ કરેલ છે અને અન્ય બે શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનાગર  શેરી નં-3 માં રહેતા અને સિરામિક કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા મહેશભાઈ ઉર્ફે છોટુ ગુલાબભાઈ મુછડીયા (23) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પારસ ઉર્ફે સુલતાન ગિરધરભાઈ વાઘેલા, મુકેશભાઈ મંગાભાઈ ઝાલા, મનોજ ઉર્ફે બાબો ઉર્ફે શોહેબ ગિરધરભાઈ વાઘેલા રહે. ત્રણેય રફાળેશ્વર અને નિખિલભાઇ ગૌતમભાઈ ચાવડા રહે. પ્રેમજીનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ફરિયાદીના પત્ની સાથે આરોપી નિખિલને અગાઉ પ્રેમ સંબંધ હતો અને હાલમાં આરોપી મનોજ ઉર્ફે બાબો ઉર્ફે શોહેબ વાઘેલાએ તેના ફેસબુક આઇડી “સોહેબ ભાઈ વાઘેલા” માં ફરિયાદી યુવાનને ઉદેશીને તેના પત્ની બાબતે બીભસ્ત સ્ટોરી મૂકી હતી અને સોશિયલ મીડિયા પર તેને શેર કરી હતી જેથી ફરિયાદી યુવાને આ બાબતે મનોજને સ્ટોરી કેમ મુકેલ છે તેવું ફોન કરીને પૂછ્યું હતું ત્યારબાદ પારસ ઉર્ફે સુલતાન વાઘેલાની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડી લઈને ચાર શખ્સો આવ્યા હતા અને આંબેડકરનગર શેરી નં-1 માં સોલંકી પાન દુકાન પાસે જાહેર ચોકમાં ફરિયાદી યુવાન તેના ભાઈ ભાવેશભાઈ ગુલાબભાઈ મુછડીયા અને યતિશભાઈ બાબુભાઈ મુછડીયા સાથે ઓટલા ઉપર બેઠો હતો ત્યારે તેઓને મારી નાખવાના ઇરાદે સ્કોર્પિયો ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદી તથા તેના ભાઈઓ ત્યાંથી ભાગવા જતા તેની પાછળ રિવર્સમાં ગાડી દોડાવી હતી આમ એક નહીં પરંતુ ત્રણ વખત યુવાન પર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ભોગ બનેલા યુવાન તથા તેના ભાઈઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી પારસ ઉર્ફે સુલતાન ગિરધરભાઈ વાઘેલા (26) રહે. આંબેડકર હોલની બાજુમાં રફાળેશ્વર તથા મુકેશભાઈ મંગાભાઈ ઝાલા (35) રહે. મચ્છોનગર રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં મનોજ ઉર્ફે બાબો ઉર્ફે શોહેબ વાઘેલા તથા નિખિલભાઇ ચાવડા નામના બે આરોપીને પકડવા માટે થઈને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ ડીવાયએસપી પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.ડી. ભટ્ટ ચલાવી રહ્યા છે




Latest News