મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

જામખંભાળીયા મામાનું શ્રાધ્ધ કરીને મોરબી આવી રહેલ ભાણેજનું ટંકારા નજીક માર્ગ અકસ્માતમાં મોત


SHARE





























જામખંભાળીયા મામાનું શ્રાધ્ધ કરીને મોરબી આવી રહેલા ભાણેજનું ટંકારા નજીક માર્ગ અકસ્માતમાં મોત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનનો દીકરો તેના નાની સાથે રિક્ષામાં જામખંભાળિયા ગયો હતો અને ત્યાંથી રિક્ષામાં તેઓ પરત આવી રહ્યા હતા દરમિયાન ટંકારાના લતીપર રોડ ઉપર ઓટાળા ગામ નજીક તેઓની રીક્ષા ઉભી હતી ત્યારે પાછળથી ટેન્કરના ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં રિક્ષામાં બેઠેલા પાંચ બાળકો સહિત કુલ સાત વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થઈ હતી જે પૈકીના એક બાળકને વધુ ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને મૃતક બાળકના પિતાની ફરિયાદ લઈને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટેન્કર ચાલક સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ભુજના માધાપર હાઇવે ઉપર હંગામી આવાસ જીઆઇડીસી વિસ્તારમાં ગેસના ગોડાઉન પાસે ઝૂંપડામાં રહેતા અને હાલમાં મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ફોરમ કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વાઘેલા જાતે વાંજા (39)ર અજાણ્યા ટેન્કર ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારાના લતીપર રોડ ઉપર ઓટાળા ગામ નજીકથી મનસુખભાઈની રીક્ષા નંબર જીજે 3 એ ડબલ્યુ 441 માં તેઓના સાસુ બબીબેન તેમજ તેમના ચાર પૌત્ર અને ફરિયાદીનો દીકરો વીર પ્રકાશભાઈ વાઘેલા (14) જામખંભાળિયાથી પરત રાજપર આવી રહ્યા હતા.

દરમિયાન તેઓની રોડ સાઇડમાં ઉભેલ રિક્ષાને અજાણ્યા ટેન્કર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રિક્ષામાં બેઠેલા ફરિયાદીના સાસુ અને ફરિયાદીના દીકરા સહિત કુલ સાત વ્યક્તિઓ બેઠલા હતા જીને નાના મોટી ઈજા થઈ હતી જેમાં ફરિયાદીના દીકરાને વધુ ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ યુવાને અજાણ્યા ટેન્કર ચાલે સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

વધુમાં ફરિયાદી પ્રકાશભાઈ વાઘેલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શ્રાદ્ધ ચાલુ હતા દરમિયાન તેના એક સાળાનું અવસાન થયેલ હોય તેમના સાસુ બબીબેન તેઓના ચાર પૌત્ર અને ભાણેજ વીર પ્રકાશભાઈ વાઘેલા સાથે રિક્ષામાં જામખંભાળિયા ગયા હતા અને ત્યાંથી તેઓ પરત રિક્ષામાં મોરબી આવી રહ્યા હતા દરમિયાન ઓટાળા ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેના દીકરાને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારાના એ.એસ.આઇ. સી.એસ. કડવાતર ચલાવી રહ્યા છે.
















Latest News