મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા મહારેલી સાથે સિંહ ગર્જનાનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી એબીવીપી દ્વારા મહારેલી સાથે સિંહ ગર્જનાનો કાર્યક્રમ યોજાયો

મોરબી એબીવીપી દ્વારા ઊમિયા સર્કલથી ઓમવીવીઆઇએમ કોલેજ સુધીની રેલી સાથે “સિંહ ગર્જના” નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબીની પી.જી. પટેલ કોલેજ, ઓમવીવીઆઇએમ કોલેજ, નવયુગ કોલેજ તેમજ યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજની કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. અને જેમાં પી.જી.પટેલ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ ઝાલા અને મંત્રી તરીકે જયરાજસિંહ જાડેજા, ઓમવીવીઆઇએમ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે હર્ષભાઈ ડાંગર અને મંત્રી તરીકે રમેશભાઈ આહીર, નવયુગ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે યશભાઈ મકાસણા અને મંત્રી તરીકે મિતભાઈ મનીપરા, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે આર્યદીપસિંહ રાઠોડ અને મંત્રી તરીકે જીજ્ઞેશભાઈ સોલંકી સહિતની કારોબારીની રચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. અને આગામી સમયમાં કોલેજ કારોબારીની ઘોષણા કરવામાં આવશે તેવું આગેવાને જણાવ્યુ છે.




Latest News