મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી મોરબીમાં કાલે ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર કરનારા મોરબી જિલ્લાના ટંકારાના રહેવાસી પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘન જીવામૃત-જીવામૃતના વપરાશની માર્ગદર્શિકા જાહેર હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના દલડીમાં રસ્તો બંધ કરવાની બાબતે બે પરિવાર વચ્ચે બોલાચાલી, ઝઘડો અને મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE





























વાંકાનેરના દલડીમાં રસ્તો બંધ કરવાની બાબતે બે પરિવાર વચ્ચે બોલાચાલી, ઝઘડો અને મારામારી: હવે સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના દલડી ગામે રસ્તો બંધ કરવાની બાબતે બે પરિવાર વચ્ચે બોલાચાલી, ઝઘડો અને મારામારી થઈ હતી જે બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દલડી ગામે રહેતા ઉસ્માનભાઈ હૈયાતભાઇ પરાસરા (58)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિઝામભાઈ મામદભાઈ પરાસરા, મહેબૂબભાઈ મામદભાઈ પરાસરા અને આશિયાનાબેન નિઝામભાઈ પરાસરા રહે. બધા દલડી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, દલડી ગામે તેઓની માલિકીના પ્લોટની બાજુમાં આવેલ રસ્તોને આરોપીઓ બંધ કરતા હોય ફરિયાદી તથા સાહેદ ત્યાં વાતચીત કરતા હતા ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તથા સાહેદ નઇમને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જ્યારે ફરિયાદીના પત્ની જીલુબેનને આશિયાનાબેને મૂઢમાર મારીને ઇજા કરી હતી અને ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ફરિયાદીની ગાડી નંબર જીજે 3 એચકે 7284 માં નુકસાની કરી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

તો સામા પક્ષેથી મહેબૂબભાઈ મામદભાઈ પરાસરા (46)એ ઉસ્માનભાઈ હૈયાતભાઇ પરાસરા ઉર્ફે ગનીભાઈ, જીલુબેન ઉસ્માનભાઈ પરાસરા, નઇમ ઉસ્માનભાઈ પરાસરા રહે. બધા દલડી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી પોતાના મકાનનો જુનો જાપો કાઢીને નવો જાપો નાખવો હોવાથી ત્યાં માપ કાઢતા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદીને કહેલ કે અમારી માલિકીના પ્લોટમાં જવાનો રસ્તો છે તે રસ્તો તમે કેમ બંધ કરો છો તેમ કહીને ફરિયાદીને ગાળો આપી તેમજ ધોકા અને લાકડી વડે ફરિયાદીને માથાના ભાગે માર મારીને ઈજા કરી હતી અને ફરિયાદીના ભાઈને પણ ધોકા વડે માર મારીને ઈજા કરી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીના પત્ની આશિયાનાબેન સાથે જીલુબેન પરાસરાએ જપાજપી કરી ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 














Latest News