મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ડમ્પર ચાલકનું મોત


SHARE

















વાંકાનેરના રંગપર પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ડમ્પર ચાલકનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી પાસે રંગપર ગામના પાટીયા નજીકથી રોંગ સાઇડમાં ડમ્પર લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલ અજાણ્યા આઇસર સાથે અકસ્માત થયેલ હતો અને ડમ્પરના મોરાનો ભાગ દબાઈ ગયો હતો જેમાં ડમ્પરનો ચાલક દબાઈ જતાં તેને ઇજા થયેલ હતી અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં રાજકોટમાં રૈયાધાર રામાપીરના મંદિર પાસે રાધેશ્યામ ગૌશાળા સામેના ભાગમાં રહેતા સપનાબેન કાળુભાઈ ઉર્ફે રવિ બેરડીયા (26) ની ફરિયાદ લઈને તેના મૃતક પતિ કાળુભાઈ ઉર્ફે રવિ પરસોતમભાઈ બેરડીયા (32) ની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે. જેમાં ફરિયાદીએ જણાવ્યા મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક નેશનલ હાઈવે રોડ ઉપર રંગપર ગામના પાટીયા પાસેથી ફરિયાદીના પતિ તેના હવાલા વાળું ડમ્પર નંબર જીજે 3 બીડબલ્યુ 8913 ડ્રાઇવિંગ લાઇસન્સ વગર પૂર ઝડપે લઈને રોંગ સાઈડમાં ચલાવીને જઈ રહ્યા હતા ત્યારે કાયદેસરની લેનમાં આવતા અજાણ્યા આઇસરની સાથે અકસ્માત થયો હતો જે બનાવમાં ડમ્પરનો મોરાનો ભાગ દબાઈ ગયો હતો જેમાં ફરિયાદીના પતિ પણ દબાઈ ગયા હતા જેથી તેને ઈજા થતાં સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવમાં મૃતકની પત્નીની ફરિયાદ લઈ પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ કુળદેવી કટલેરીની દુકાનવાળી શેરીમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોય ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિમલ વલ્લભદાસ વાગડીયા (46) રહે. ભવાનીચોક વિશ્વકર્મા મંદિર વાળી શેરી મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 880 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે રંગપર ગામની સીમમાં સિરામિક કારખાનાની બાજુમાં ખુલી જગ્યામાં વરલી જુગારના આંકડા લેતા હોય ત્યાં તાલુકા પોલીસ ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રફિકભાઈ હસનભાઈ કટીયા (30) રહે. કાંતિનગર મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 310 રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે.






Latest News