પ્રેમ પ્રકરણ: હળવદ તાલુકાનાં માનસરમાં પિતરાઈ ભાઈ અને બહેને સજોડે આપઘાત કર્યો
મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટર પાસે પાણીની કુંડીમાં ડૂબી જતાં ત્રણ વર્ષના બાળકનું મોત
SHARE
મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટર પાસે પાણીની કુંડીમાં ડૂબી જતાં ત્રણ વર્ષના બાળકનું મોત
મોરબી નજીક આવેલ એબીસી રીફેક્ટરી લેબર ક્વાર્ટરમાં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા પાણીની કુંડીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી નજીક આવેલ એબીસી રિફેકટરી લેબર ક્વાર્ટરમાં રહેતા કમલભાઈ વસવાનો ત્રણ વર્ષનો દીકરો અનશુમત વસવા કોઈ કારણોસર રમતા રમતા લેબર ક્વાર્ટર પાસે આવેલ પાણીની કુંડીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આ અંગેની આગળની વધુ તપાસ વી.ડી.ખાચર ચલાવી રહ્યા છે
વરલી જુગાર
મોરબીના ઘુટુ ગામની સીમમાં કારખાનાની સામેના ભાગમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યાં વરલી જુગારના આંકડા લેતા કિશોરભાઈ કાંતિભાઈ અદગામા (50) રહે. ભરવાડ સમાજની વાડી પાસે પંપની પાછળ ત્રાજપર વાળો જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 210 રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે. જયારે વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હિંમતભાઈ હિફાભાઇ રાઠોડ (30) રહે. મીલ પ્લોટ શાંતિનગર વાંકાનેર વાળો જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 330 ની રોકડ કબજે કરી હતી અને સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.