મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો  ડિસેમ્બર માહિનામાં વિશેષ સર્વે હાથ ધરાશે  વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લેતા ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને વળતર ચૂકવવા કૃષિ મંત્રીને રજૂઆત


SHARE







































મોરબી જિલ્લાના લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને વળતર ચૂકવવા કૃષિ મંત્રીને રજૂઆત

મોરબી જિલ્લામા અતિવૃષ્ટિ અને પાછોતરાં વરસાદના લીધે ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ છે અને મોટું નુકશાન થયેલ છે ત્યારે ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા માટે મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર મારફતે કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે અતિવૃષ્ટિ થતાં ખેડૂતોને ભારે મોટું આર્થિક નુકસાન થયું છે. અને પાક નિષ્ફળ ગયેલ છે તેમજ પાછોતરાં વરસાદથી પણ ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઇ ગયેલ છે જેથી કરીને મોરબી જિલ્લામાં મગફળી અને કપાસને મોટું અને ઘણા ખેડૂતોને તો પાક નિષ્ફળ ગયો છે. જેથી કરીને દિવાળીએ ખેડૂતોના ઘરમાં હોળી જેવો માહોલ છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવેલ છે.
















Latest News