મોરબીમાં પત્નીએ કામ ધંધો કરવા માટે કહેતા પતિએ પકડી અનંતની વાટ મોરબીના આંદરણા નજીક ડબલ સવારી બાઇકને રીક્ષા ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ખાણ-રસ્તા બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા: આઠ સામે ગુનો નોંધાયો ટંકારા નજીકથી જામનગર બાજુ કતલખાને લઈ જવાતા 90 પાડા ભરેલ ટ્રકને ગૌરક્ષકોએ પકડી: મુદામાલ પોલીસને સોંપ્યો શરમ કરો પાલિકા વાળા: મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં લોકોના ઘર-દુકાન પાસે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય મોરબી જિલ્લામાં પ્રદુષણના લીધે ખેતીને નુકસાન: કિસાન સંઘની રજૂઆત મોરબી જિલ્લામાં તૂટેલા રસ્તા રિપેર કરાવવા કાંતિભાઈ બાવરવાની મુખ્યમંત્રીને રજૂઆત હળવદ તાલુકામાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: સોના-ચાંદીના ઢાળીયા કબજે લીધા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં તૂટેલા રસ્તા રિપેર કરાવવા કાંતિભાઈ બાવરવાની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી જિલ્લામાં તૂટેલા રસ્તા રિપેર કરાવવા કાંતિભાઈ બાવરવાની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદ પડ્યો હતો જેથી કરીને નેશનલ, કોસ્ટલ અને સ્ટેટ હાઇવે તેમજ નાના ગ્રામ્ય રસ્તાઓ તૂટી ગયા છે. જેથી કરીને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તે જરૂર છે. જેથી કરીને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યું છે કે, જીલ્લામાં તૂટેલા રસ્તાના લીધે વાહન ચાલકો હેરાન છે તો પણ રોડને રીપેર કરવામાં આવે તે અનિવાર્ય છે પણ રીપેર કરવામાં આવી રહ્યા નથી જેથી નેશનલ, કોસ્ટલ અને સ્ટેટ હાઇવે તેમજ નાના ગ્રામ્ય રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવામાં આવે તે અનિવાર્ય છે. કેમ કે, મોરબી સિરામિક હબ તરીકે જગ વિખ્યાત છે અને અહીથી સરકારમાં કરોડો રૂપિયાનો ટેક્સ પણ આપવામાં આવે છે તેને ધ્યાને લઈને અહીના લોકોને સારા રોડ મળે તેના માટે તાત્કાલિક રસ્તાઓનું સમારકામ ચાલુ કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો કામ નહીં કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે.




Latest News