ટંકારા નજીકથી જામનગર બાજુ કતલખાને લઈ જવાતા 90 પાડા ભરેલ ટ્રકને ગૌરક્ષકોએ પકડી: મુદામાલ પોલીસને સોંપ્યો
SHARE
ટંકારા નજીકથી જામનગર બાજુ કતલખાને લઈ જવાતા 90 પાડા ભરેલ ટ્રકને ગૌરક્ષકોએ પકડી: મુદામાલ પોલીસને સોંપ્યો
મોરબીના ગૌરક્ષકોને માહિત મળી હતી કે કચ્છથી જામનગર તરફ જતી ટ્રકમાં 90 પાડાને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેથી કરીને મળેલ માહિતી મુજબની ટ્રક ટંકારા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેને રોકીને ચેક કરી હતી જેથી તે ટ્રકમાંથી 90 પાડા મળી આવ્યા હતા જેથી કરીને ટ્રક સહિતનો મુદામાલ હાલમાં ગૌરક્ષકો દ્વારા ટંકારા પોલીસને આપવામાં આવેલ છે.
મોરબીના ગૌરક્ષક અને હિંદુ યુવા વાહિની ટીમને માહિત મળી હતી કે, કચ્છ બાજુથી ટ્રકમાં અબોલજીવને કતલખાને જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી, વાંકાનેર અને કચ્છના ગૌરક્ષકોની ટીમે વોચમાં હતી તેવામાં કચ્છ માળિયા હાઈવે થઈને જામનગર બાજુ જતી ટ્રકને ટંકારા નજીક રોકવામાં આવી હતી અને ટ્રકની ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેમાંથી 90 પાડા મળી આવ્યા હતા માટે અબોલજીવ તેમજ ટ્રક સહિતનો મુદામાલ ટંકારા પોલીસ સ્ટેશને આપવામાં આવેલ છે. આ તકે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠનના મંત્રી અને હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ કમલેશભાઈ બોરીચા તથા ચેતનભાઇ પાટડીયા, હિતરાજસિંહ પરમાર, સુરેશભાઈ રબારી, પાર્થભાઈ નિમાવત, યશભાઈ વાઘેલા, ભાવિનભાઈ, મનીષભાઈ કંઝારીયા, દીપકભાઈ રાજગોર, લાલાભાઇ ભરવાડ, મીતભાઈ ગોહિલ, પ્રિન્સભાઈ દરજી, જયરાજસિંહ ઝાલા, દિનેશ રામજીભાઈ લોરીયા, હરેશભાઈ ચૌહાણ, હિરેનભાઈ વ્યાસ, રધુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા સહિતની ટીમ જોડાયેલ હતી