મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે મોરબીના ITI ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ખાણ-રસ્તા બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા: આઠ સામે ગુનો નોંધાયો


SHARE













મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ખાણ-રસ્તા બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા: આઠ સામે ગુનો નોંધાયો

મોરબી જીલ્લામાં હત્યાના બનાવો જાણે કે રોજિંદા બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકામાં ખાણના સંચાલકો વચ્ચે છેલ્લા ઘણા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું અને તેનો ખાર રાખીને યુવાનની આઠ જેટલા શખ્સોએ માર મારીને હત્યા કરી નાખેલ છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસે હત્યાના બનાવમાં ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશાઓમાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં ભીમગુડા ગામે રહેતા પરબતભાઈ મોઢવાડિયાની ખાણમાંથી પથ્થર કાઢી વેપાર કરતા મૂળ ભાણવડ તાલુકના કાટકોણ ગામના રહેવાસી અને હાલમાં કુવાડવા ગામે આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા કરશનભાઈ નગાભાઈ કરમુર (43)એ આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, સજાભાઈ મેર અને ત્રણ અજાણ્યા શખ્સો આમ કુલ મળીને આઠ શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને તથા તેના ભાઈ જે હાલમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહે છે તે સામતભાઈ નગાભાઈ કરમુર (40)ને ખાણ બાબતે તથા રસ્તા બાબતે ચાર પાંચ વર્ષથી રમેશભાઈ ચનાભાઈ સાથે મનદુઃખ હતું તેવામાં સોમવારે રાત્રીના સામતભાઈ પાડધરા ચોકડી પાસે હતા ત્યારે આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, સજાભાઈ મેર અને ત્રણ અજાણ્યા શખ્સો બે કાર લઈને ત્યાં આવ્યા હતા અને સામતભાઈને ગાળો આપી હતી ત્યાર બાદ લાકડાના ધોકા તથા પાઈપ વડે માર માર્યો હતો જેથી કરીને સામતભાઈને ગંભીર ઈજા થયેલ હોય તેનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશાઓમાં તપાસ શરૂ કરી છે. અને આ કેસની તપાસ વાંકાનેરના પીઆઇ ડી.વી. ખરાડી અને તેની ટિમ ચલાવી રહી છે.




Latest News