મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

શરમ કરો પાલિકા વાળા: મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં લોકોના ઘર-દુકાન પાસે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય


SHARE













શરમ કરો પાલિકા વાળા: મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં લોકોના ઘર-દુકાન પાસે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય

મોરબી શહેરના વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારીઓ તથા રહેણાંક ધરાવતા આસામીઓ નિયમિત રીતે પાલિકા માટે ટેક્સ ભારે છે તેમ છતાં પણ તે લોકોને પાસેરામાં પૂણી જેટલી પણ સુવિધા મળતી નથી તેવું કહીએ તો તેમાં જ્યારે પણ અતિશક્તિ નથી કારણ કે આજની તારીખે સાવસર પ્લોટ વિસ્તારમાં જ્યાં હોસ્પિટલો આવેલ છે ત્યાં ચોમેર ગંદકી જોવા મળતી હોય છે આ ઉપરાંત મોરબીના સનાળા રોડ ઉપર આવેલ એ-વન પાન પાસેની શેરીમાં મુખ્ય માર્ગ ઉપર ગટરના પાણી વહી રહ્યા છે જેથી દુકાનમાં જતા વેપારીઓ તથા ગ્રાહકોને ના છૂટકે ગંદકીમાંથી પસાર થવું પડે તેમજ આ વિસ્તારમાં રહેતા લોકોને પણ પોતાના ઘરની અંદર ગંદકીના કારણે પુરાઈ રહેવું પડે તેવી પરિસ્થિતિ છે ત્યારે આગામી દિવસોમાં દિવાળી જેવો મોટો તહેવાર આવી રહ્યો છે તેમ છતાં પણ લોકોના ઘર અને દુકાન પાસે ગંદકીના થર જામેલા છે તો પાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊઠે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અને સરકાર દ્વારા લોકોની સુવિધા માટે થઈને દર વર્ષે સાફ-સફાઈ માટે કરોડો રૂપિયા આપવામાં આવે છે તેમ છતાં પણ લોકોને ઘર પાસે સારી સુવિધા સફાઈની મળતી નથી. અને ગંદકીમાં રહેવું પડે તેવી પરિસ્થિતિ છે ત્યારે બેદરકાર અધિકારીઓ અને કર્મચારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો અને વેપારીઓની માંગ છે




Latest News