મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ


SHARE

















મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથીવહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં ખૂબ ભારે વરસાદ થયો હતો અને અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ છેલ્લા દિવસોમાં પણ વરસાદ પડ્યો છે જેથી કરીને ખેડૂતો અને ખેતીની હાલત દયનીય બની ગઈ છે તેમ છતાં પણ સરકાર તરફથી હજુ રાતી પાઈનું વળતર ચૂકવવામાં આવ્યું નથી જેથી ખેડૂતોને વહેલામાં વહેલી તકે વળતર સરકાર તરફથી ચૂકવવામાં આવે તેવી ખેડૂતો અને આગેવાનોની માંગ છે. 

મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા સામાન્ય રીતે ચોમાસા પહેલા કપાસ અને મગફળીના પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે અને દર વર્ષે ચોમાસામાં વરસાદ વધુ પડે તો પણ મોરબી જિલ્લામાં નુકસાની થતી હોય છે અને ઓછો પડે તો પણ ખેડૂતોને નુકસાની સહન કરવી પડતી હોય છે ત્યારે જો વાત કરીએ તો ચાલુ વર્ષે ચોમાસામાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ભારે વરસાદ થયો હતો અને કેટલાક વિસ્તારમાં હતો અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ખેડૂતોના ખેતરોની અંદર એક થી લઈને પંદર દિવસ સુધી વરસાદી પાણી ભરાયેલા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી કરીને ખેડૂતોના ખેતરમાં કપાસમગફળી સહિતના જે પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું તે વાવેતર નિષ્ફળ ગયું હતું તેમ મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી અમુભાઈ હુંબલે જણાવ્યુ છે. 

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ જણાવ્યુ હતું કે, એક વખત પાક નિષ્ફળ ગયેલ હોવાથી ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં બીજી વખત વાવેતર કર્યું હતું પરંતુ ત્યારબાદ પણ છેલ્લા દિવસોમાં પડેલા વરસાદના લીધે ખેડૂતોના વાવેતરને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ગત ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડ્યો હતો ત્યાર પછીથી લઈને લાંબા સમય સુધી સર્વેની કામગીરી ચાલુ હતી અને સર્વેની કામગીરી હજુ તો પૂર્ણ થઇ છે અને વળતર આપવામાં આવ્યું નથી ત્યાં ફરી પાછો વરસાદ આવવાના કારણે ખેડૂતોને ડબલ માર પડ્યો છે જેથી ખેડૂતો અને ખેતીની હાલત દયાનિય બની છે જેથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો દ્વારા સરકાર તરફથી વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.




Latest News