મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું


SHARE











મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું

નવયુગ સાયન્સ કોલેજ દ્વારા સૌ પ્રથમ વખત ગુજરાતની એક આગવી ઓળખ, ગુજરાત ની વિસરતી વાનગીઓ અને વિસરાતી સંસ્કૃતિ ને જાળવી રાખવા સંસ્થાના પ્રમખ શ્રી પી. ડી. કાંજીયાસર ની પ્રેરણાથી "ફૂડ સ્પેશિયાલિટી ઓફ ગુજરાત" નું આયોજન  બી.એસસી  ના સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાતના દરેક જિલ્લાની પ્રખ્યાત વાનગીઓ જેવી કે મહુડી ની પ્રખ્યાત સુખડી, અમરેલીનો પ્રખ્યાત દૂધપાક, છોટા ઉદેપુરની પ્રખ્યાત રજવાડી થાળી, કચ્છની પ્રખ્યાત દાબેલી, લુણાવાડા નું પ્રખ્યાત મકાઈનું છીણ, વડોદરાનું પ્રખ્યાત સેવ- ઉસળ, ડાકોર ના પ્રખ્યાત ગોટા જેવી અનેક વાનગીઓનું તેના ઓરીજીનલ સ્વાદ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સાથે ગુજરાત જેના માટે વખણાય છે તે ફાફડા,જલેબી, ખમણ, ઢોકળા, થેપલાં તેમજ મગ-લાપસી, ચુરમાંના લાડુ, મોહનથાળ જેવી ગુજરાતી મીઠાઈ પણ રાખવામાં આવી હતી.જેની અંદર દરેક વાનગીઓનો ઓરિજિનલ સ્વાદ માણવા મળ્યો હતો.

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક વિભાગીય વડા,દરેક વિભાગના શિક્ષકો તેમજ દરેક વિભાગના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા B.sc કોલજના આસિસ્ટન્ટ પ્રોફેસર ઉર્વિશા બગથરીયાએ જહેમત ઉઠાવી હતી.વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજિયા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઇ, કેમ્પસ ડાયરેક્ટર રાવલભાઇ તેમજ બી.એસસી વિભાગના પ્રિન્સિપાલ વોરા ઉપસ્થિત રહયા હતાં.






Latest News