મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જૂના ઘાટીલામાં ઘરમાં જુગાર રમતા સાત પકડાયા


SHARE















માળીયા (મી)ના જૂના ઘાટીલામાં ઘરમાં જુગાર રમતા સાત પકડાયા

માળીયા મીયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સાત વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 46,750 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે ઉગમણા ઝાપા પાસે દૂધની મંડળીની બાજુમાં રહેતા રાઘવજીભાઈ હરખજીભાઈના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરની અંદર જુગાર રમતા રાઘવજીભાઈ હરજીભાઈ વિડજા (60), જયેશભાઈ જીવરાજભાઈ વિડજા (46), દિનેશભાઈ પોલજીભાઈ જસાપરા (44), નરેન્દ્રભાઈ નાથાભાઈ વિડજા (48), વિજયભાઈ બચુભાઈ જાકાસણીયા (34), મહેશભાઈ મગનભાઈ વિડજા (50) અને તળશીભાઈ સવજીભાઈ ગઢીયા (68) રહે બધા જૂના ઘાટીલા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 46,750 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News