મોરબીના પાવડીયારી નજીક કારખાનાના ક્વાર્ટરમાં યુવાન અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું
માળીયા (મી)ના રોહીશાળા ગામના પાટીયા પાસેથી દારૂની નાની-મોટી 427 બોટલ ભરેલ કાર ઝડપાઇ: 11.91 લાખનો મુદામાલ કબ્જે
SHARE
માળીયા (મી)ના રોહીશાળા ગામના પાટીયા પાસેથી દારૂની નાની-મોટી 427 બોટલ ભરેલ કાર ઝડપાઇ: 11.91 લાખનો મુદામાલ કબ્જે
માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ રોહીશાળા ગામના પાટીયા પાસે પેપરમીલની સામેના ભાગમાં એક્ષયુવી ગાડી ઉભી હતી જે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી કુલ મળીને 427 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ તથા ગાડી મળીને 11,91,051 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને કાર ચાલક તેની મૂકીને નાસી ગયેલ હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ રોહીશાળા ગામના પાટીયા પાસે મોરબી જિલ્લા એલસીબીની ટીમ વોચમાં હતી ત્યારે ત્યાંથી એક્સયુવી ગાડી નંબર જીજે 1 કેક્યુ 8450 ગ્લોરીસ પેપરમીલની સામેથી મળી આવી હતી જે ગાડીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની નાની મોટી કુલ મળીને 427 બોટલો મળી આવી હતી જેથી 1,91,051 ની કિંમતનો દારૂ તથા દસ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 11,91,051 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે ગાડી રેઢી હાલતમાં પડી હોય હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગાડીના નંબર આધારે તેના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીને પકડવા માટે થઈને માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.કે. જાડેજા આગળની તપાસ કરી રહ્યા છે
ત્રણ બોટલ દારૂ
મોરબીના જોસનગરના ઢાળિયા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી 1923 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભાવેશગીરી રમણીકગીરી ગોસાઈ (33) રહે. ગાયત્રીનગર શેરી નં-5 વાવડી રોડ મોરબી વાળાને પકડીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.