મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદમાંથી મોબાઇલની ચોરી કરનારા આરોપીની ધરપકડ: મોરબીના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી પાસા હેઠળ જેલ હવાલે


SHARE













હળવદમાંથી મોબાઇલની ચોરી કરનારા આરોપીની ધરપકડ: મોરબીના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી પાસા હેઠળ જેલ હવાલે

હળવદમાં આવેલ દાબેલીની દુકાન પાસે ઉભેલા યુવાનનો મોબાઇલ ફોન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને તેની પાસેથી ચોરીમાં ગયેલા મોબાઈલ ફોનને કબ્જે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના શીરોઈ ગામે રહેતા પિયુષભાઈ દિનેશભાઈ વાઘેલા (23)એ અજાણ્યા શખ્સની સામે થોડા સમય પહેલા મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કેહળવદમાં રાણા સાહેબના દવાખાના પાસે આવેલ માંડવી દાબેલી ગામની દુકાને તે હતો ત્યારે ત્યાંથી કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેના 20,000 રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કરી લેવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી મેહુલ મહેશભાઇ તડવી (21) રહે. કઠામ ફળિયા, જિલ્લો છોટાઉદેપુર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ ફોનને કબ્જે કરવામાં આવેલ છે.

આરોપી પાસા હેઠળ જેલ હવાલે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં જે આરોપી સંદીવાયેલ હતો તેની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી અને જે પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવતા પોલીસે રાજકોટના માધાપર ગામના મનહરપુરમા રહેતા મૂળ વાંકાનેરના મોટા લુણસર ગામના રહેવાસી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઈ વરુ (34) નામના શખ્સને મોરબી જિલ્લા એલસીબીની ટીમે પકડીને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરેલ છે.






Latest News